TET 2 Exam for standard 6 to 8 online application will be start at 28-5-2012


TET 2 Exam for standard 6 to 8 online application will be start at 28-5-2012


State Examination Board, Gandhinagar

Teachers Eligibility test for upper primary school – vidyasahayak

Starting Online Application Date : 28-5-2012-  2.00PM

Ending Date of Online application: 7-6-2012- 3.00PM

Application print submission at Postoffices : 28-5-2012 to 7-6-2012

Date of Examination: 24-6-2012

Formore details visit: http://ojas.guj.nic.in/

Helpline Number: 1800-233-7963 tollfree


પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી - TET 2 જાહેરાત

પ્રાથમિક શિક્ષક યોગ્યતા કસોટી - TET 2 જાહેરાત  [jitubhai gozaria blog source]

મિત્રો - તાજેતાર ધોરણ -6/7/8 માટે (TET 2 ) ટેટ 2 ની જાહેરાત બહાર પડી
છે જેમાં ફીલોસોફી,સાયકોલોજી અને સોસ્યોલોજી વિષયના ઉમેદવારો  ભવિષ્યમાં થનારી ભરતી બાબતે આ વિષયના  ઉમેદવારો ને સમાવવા સામે સરકાર સુપ્રીમ
માં ગયી છે કેમકે હાઈકોર્ટ માં ઉમેદવારો જીતી ગયા હતા.તો સરકાર નાં
મનસ્વી વલણ સામે લડત આપવા જામનગર જીલ્લા અને રાજકોટ જિલ્લામાંથી નીચે નાં
ફિલોસોફી નાં ઉમેદવારો ખાસ લડત આપે છે.જેમાં તેમને આર્થિક મદદ ની જરૂર
પડે કેમ કે સુપ્રીમ માં કેસ માટે ઘણા નાણાં ની જરૂર પડે માટે આ ઉમેદવારો
નો ટેલિફોનિક સંપર્ક કરી લાગતા વળગતા ફિલોસોફી-સાયકોલોજી અને સોસ્યોલોજીના ઉમેદવારો તેમને જરૂરી સહયોગ આપવો.કે જેથી સુપ્રિમમાં કેસને મજબૂત બનાવી શકાય . આ સાથે નીચે સુપ્રિમમાં જે કેસ દાખલ કરે છે તેની વિગત સાથેની ફાઈલ મૂકેલ છે. વધુ માહિતી માટે સુપ્રિમ સ્ટેટસની ફાઈલ જોવી. 

બદલી કેમ્પની ફાઈલ હવે ડાઉનલોડ થઈ શક્શે.

બદલી કેમ્પની ફાઈલ હવે ડાઉનલોડ થઈ શક્શે. 

પ્રાથમિક શાળા શિક્ષક - બદલીના નવા નિયમો - પરિપત્ર ૨૩/૦૫/૨૦૧૨  

12th Commerce રીઝલ્ટ.


પેટ્રોલ


આજના દુ:ખદ સમાચાર

આજ રાત્રે ૧૨ કલાકથી પેટ્રોલમાં  સાડા સાત રૂપિયાનો કમરતોડ વધારો

TET Materials is now available, include English

TET Materials is now available, include English. (Printable).[R.I.Jadeja]

High court Asst. Jr. Clerk Paper solution

PGVCL Vidyut Sahayak Result (Exam held on 25/02/2012)

સહેલા નથી


આસુંના તોરણો બાંધવા સહેલા નથી,
હ્ર્દયના તોફાનો રોકવા સહેલા નથી.

ધર્મ, કર્મનો મર્મ કોણ જાણે અહીં?
માનવ મંદીર બાંધવા સહેલા નથી.

ભલે પરિભ્રમણ કરતો બ્રહ્માંડમાં તું,
અનંતના રસ્તા શોધવા સહેલા નથી.

મોતને મળીશું એકવાર જરુર અહીં,
લાશ સઘરવાના રસ્તા સહેલા નથી.

‘દીપ’, કોણ કરશે યાદ ગયાં પછી?
અમર થવાના ખ્યાલ સહેલા નથી.

GR - જિલ્લા શિક્ષણ સમિતિ / નગર શિક્ષણ સમિતિઓ હસ્તકની પ્રાથમિક શાળાઓ/ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકની નિમણુંક કરવા બાબત

ઓસ્ટ્રેલીયામાં માણસો કરતાં કાંગારૂની સંખ્યા વધારે છે.
જિરાફએ વિશ્વનું ઉચામાં ઉચું પ્રાણી ગણાય છે.
જિરાફને ૨૧ ઈચ લાંબી જીભ હોય છે.
પોતાની જીભ વડે એ કાન સાફ કરે છે.
શેડો બર્ડ નામનું પંખી ત્રણા માળાનો માળો બાંધે છે.
પહેલો માળ બચ્ચા માટે, બીજો માળ ખોરાક માટે, ત્રીજો માળ નર માદા ચોકી કરે.
હાથી ત્રણા માઈલ દૂરથી પાણીની ગંધ પારખી શકે છે.

રેલ્વેમાં 6829 જગ્યા


રેલ્વેમાં 6829 જગ્યા

ભરતી ની વિગત
1. Commercial Apprentice – 317 vacancies
2. Traffic Apprentice – 740 vacancies
3. ECRC – 114 vacancies
4. Goods Guard – 1,768 vacancies
5. Jr Accounts Assistant cum Typist – 791 vacancies
6. Sr. Clerk cum Typist – 441 vacancies
7. Assistant Station Master – 2,646 vacancies
8. Traffic Assistant – 12 vacancies

ઉમર : ૧૮ થી ૩૩ વર્ષ 
પસંદગી ટેસ્ટ આધારિત છે.
મહત્વ ની તારીખો.
  • Last Date for Receipt of Application: 11-06-2012
  • Last Date for Receipt of Application ( for flung areas) 26-06-2012
  • Date of Examination: 28-10-2012



High Court (Gujarat) - District Judge Recruitment - Details - Apply Now 
 (Available from 17/05/2012)
Vacancies for Sarva Siksha Abhiyan - Details for all - How to fill form?
Asst. Dist. Co-ordinator - Teacher Training - Apply Now
Asst. Dist. Co-ordinator - Girls Education - Apply Now
Asst. Dist. Co-ordinator - Community Mobilization - Apply Now
Asst. Dist. Co-ordinator - MIS - Apply Now
Asst. Dist. Co-ordinator - STP - Apply Now
Asst. Dist. Co-ordinator - IED - Apply Now
Civil Judges - High Court (Gujarat) - Details - Apply Now 
 (Last date: 15/05/2012)

High Court Asst. Jr. Clerk Exam paper solution

High Court Asst. Jr. Clerk Exam paper solution (completed)

Education

ઈજનેરી-ફાર્મસીઃ ૧૪મીથી ઓનલાઈન ફોર્મ ભરાશે

પેપરમાં ભૂલો તેજસ્વી વિદ્યાર્થીઓના ભાવીને કબરમાં ધકેલી દે છે

PTCમાં અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને પણ પ્રવેશ  

હાઇકોર્ટ સમક્ષ રાજ્ય સરકારની એફિડેવિટ : પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે ફાળવવા પુરતી ગ્રાન્ટ છે  

પ્રાથમિક શાળાના બાળકોને મફત ભણાવવા સરકાર પાસે ફંડ નથી!  

ધોરણ ૧૨ સાયન્સ-ગુજકેટનું પરિણામ ૧૦મીએ જાહેર થશે


   

ધોરણ ૧૨ સાયન્સ-ગુજકેટનું પરિણામ ૧૦મીએ જાહેર થશે





  • ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. ૧૨ સાયન્સની પરીક્ષા અને એપ્રિલ મહિનામાં લેવાયેલી ગુજકેટનું પરિણામ તા. ૧૦મીએ બોર્ડની વેબસાઇટ પર સવારે આઠ કલાકે જાહેર કરાશે

·        પરિણામ વેબસાઈટ, ઈ-મેઈલથી મળશે
તેવું બોર્ડના ચેરમેન આર.આર. વરસાણીએ કહ્યુ હતું. પરિણામ વિદ્યાર્થીઓને ઇ-મેઇલ-મોબાઇલ પર મેસેજથી પણ મળશે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ www.gseb.org, www.gipl.net, www.indiaresult.com પર જાહેર કરાશે. ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પરથી પણ પરિણામ મળી શકશે.
પરિણામ ઓનલાઇન જાહેર કરાયા પછી વિદ્યાર્થીઓને શાળામાંથી તા. ૧૪મીએ સવારે નવથી સાંજના ચાર કલાક સુધીમાં માર્કશીટ મળશે. વિદ્યાર્થીઓને ઉપરોકત વેબસાઇટ પરથી પરિણામ મળશે. જે વિદ્યાર્થીઓ ઇ-મેઇલથી પરિણામ મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ          www.gipl.net જઇને રજીસ્ટર કરાવવાનું રહેશે. પરિણામ જાહેર થવાના આગલા દિવસે રજીસ્ટર કરાવનાર વિદ્યાર્થીઓને જ ઇ-મેઇલથી પરિણામ મળશે. મોબાઇલ પર મેસેજથી પરિણામ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ તેમના મોબાઇલના મેસેજ લખવાનો ‘hsc seatnumber’ અને ગુજકેટ માટે ‘gujcet seatnumber’ ઉદાહરણ તરીકે  hsc B123456  તેમજ gujcet E123456 ટાઇપ કરીને '૫૦૧૧૧' નંબર પર મેસેજ મોકલવાથી મોબાઇલથી પણ પરિણામ મળી શકશે. આ ઉપરાંત લેન્ડલાઇન ફોનનંબરથી પણ પરિણામ મળી શકશે.
કયાં ફોનનંબર પરથી પરિણામ મળી શકશે
શહેરફોનનંબર
અમદાવાદ૦૭૯-૨૬૮૫૧૪૨૨, ૨૬૮૫૦૬૧૧
ગાંધીનગર૦૭૯-૬૫૭૨૧૮૦૧
વડોદરા૦૨૬૫- ૨૩૨૨૩૨૮
રાજકોટ૦૨૮૧-૨૨૪૦૬૫૬, ૨૨૪૦૬૭૦૯
સુરત૦૨૬૧-૨૮૬૨૪૫૯, ૨૮૬૨૪૬૦
વાપી૦૨૬૦-૬૫૪૨૭૩૦

માનવપુષ્પની મહેક



  • મહાન ચિત્રકાર શ્રી રવિવર્માનો જન્મ 29/4/1848 ના રોજ કેરળના કિલિમનૂર ગામમાં થયેલો. 
  • ગગનવિહારી મહેતા     28 એપ્રિલ પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી ગગનવિહારી મહેતાનો જન્મ ઇ.સ.1900 માં ભાવનગરના કુલીન નાગર કુટુંબમાં થયો હતો.
  • ગાંધીયુગના મહામૂલા રત્ન ડૉ.મણિભાઇ દેસાઇનો જન્મ 27/4/1920 ના રોજ સુરત પાસેના કોસમાડ ગામે થયો હતો. કૉલેજનું છેલ્લું વર્ષ હોવા છતાં કૉલેજ છોડીને આઝાદીની લડતમાં જોડાઇ ગયા. 
  • ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો. 
  • મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ 25/4/1874 ના રોજ ઇટાલીમાં થયો હતો. અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે તેમણે પોતાનું નામ રોશન કર્યું હતું. બાળપણથી જ તેમને વિદ્યુત સંશાધનોમાં અનોખો રસ હતો. 
  • સાહિત્યિક સામયિક પ્રગટ કરવાનો આતશ જેમનામાં હતો તેવા ગુજરાતના વિખ્યાત પત્રકાર ચાંપશીભાઇ ઉદ્દેશીનો જન્મ 24/4/1892 ના રોજ થયો હતો. મેટ્રિકમાં નાપાસ થવાથી કલકત્તામાં સામાન્ય નોકરી સ્વીકારી લીધી.
  • મહાન નાટ્યકાર વિલિયમ શેક્સપિયર વિલિયમ શેક્સપિયરનો જન્મ 23/4/1564 ના રોજ ઇંગ્લેન્ડના સ્ટ્રેટફોર્ડ ગામમાં થયો હતો. પિતાને આર્થિક ટેકો મળે તે માટે વિલિયમ નોકરી ધંધામાં જોડાયો. 
  • ગાંધીયુગના ગુજરાતી કવિ મુરલીધર ઠાકુરનો જન્મ ઇડર પાસેના સુવેર ગામમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી, ઉચ્ચ શિક્ષણ માટે આર્થિક સ્થિતી  સારી ન હોવાથી અનેક યાતનાઓ વેઠી, આપબળે જ કૉલેજનું શિક્ષણ લીધું. 
  • હિમાલયના સર્વોતુંગ શિખર એવરેસ્ટને ચડવાનો નિશ્વય કરનાર પર્વતારોહક મોરિસ વિલ્સનનો જન્મ ઇંગ્લેન્ડમાં 21/4/1898 ના રોજ થયો હતો. બાળપણથી જ તેમનામાં પૂર્ણ આત્મવિશ્વાસ અને અદભુત સાહસશક્તિ હતી. 
  • બાંસુરીના સંગીતસ્વામી પન્નાલાલ ઘોષનો જન્મ ઇ.સ.1911 માં પૂર્વ બંગાળના બારિસાલ મુકામે થયો હતો. બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે લગની, વળી વારસામાં જ સાંગીતિક વાતાવરણ મળ્યું. ન્યૂ થિયેટર્સ ની પ્રખ્યાત ચિત્રપટ સંસ્થામાં પાશ્વસંગીત માટેના વાદ્યવૃંદમાં જોડાઇ ગયા. જુદા જુદા કલાગુરુઓ પાસેથી સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી. દરમિયાન તેઓ કલકત્તાના આકાશવાણી વિભાગમાં આર્ટિસ્ટ તરીકે જોડાયા. 
  • ભૂલકાંઓના સાથી અને લેખિકા શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ 19/4/1892 ના રોજ થયો હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને એમણે બાલશિક્ષણમાં વાપરી, તેનો રચનાત્મક ઉપયોગ કરી, સમાજની સેવા કરી. રાજકોટની બાર્લ્ટન ફીમેલ ટ્રેઇનીંગ કૉલેજની પ્રિન્સિપાલ પદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં જોડાયા. 
  • ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનનો જન્મ ઇ.સ.1809 માં ઇંગ્લેન્ડમાં થયો હતો. બાળક ચાર્લ્સની જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણની તથા નોંધ કરવાની આવડત અદભુત હતી. દરમિયાન એક મિત્રની ભલામણથી તેને પ્રકૃતિવિદ તરીકે દક્ષિણ અમેરિકા જવાની તક મળી. પ્રવાસમાં જુદા જુદા પશુ પક્ષીઓ અને જળચરોનું બારીક અવલોકન કર્યું. પ્રવાસ જેટલો સાહસપૂર્ણ હતો તેથી વિશેષ જોખમભર્યો હતો.
  • ચલચિત્રોનો સુપ્રસિદ્ધ હાસ્ય અભિનેતા, જગાવિખ્યાત હાસ્યનટ ચાર્લી ચેપ્લીનનો જન્મ 16/4/1889 ના રોજ લંડનમાં થયો હતો. બાળપણથી જ તખ્તા પર અભિનયના ઓજસ પાથર્યા. પછી અમેરિકા પહોંચી જઇ ત્યાં મૂંગી ફિલ્મોમાં અભિનય આપવા માંડેલો. ચાર્લીની કિડ ઓટો રેસીસ એટ વેનિસ હાસ્ય તેમજ કારુણ્યસભર એક સુંદર અને વિખ્યાત પ્રથમ ફિલ્મ છે. તો ધી ગ્રેઇટ ડિકટેટર ફિલ્મમાં તેમણે હિટલર અને એના સાથીઓની નકલ દ્વારા એમના પર અજબ કટાક્ષ કર્યો હતો.
  • જગતના મહાન ચિત્રકાર અને મોનાલીસા ચિત્રના સર્જક જીનીયસ લિઓનાર્દો દ વિન્ચીનો જન્મ 15/4/1452 ના રોજ ઇટાલીમાં થયો હતો. બાળપણથી જ ચિત્રકારીમાં એમણે સારી સિદ્ધિ મેળવી હતી. તે મહાન પેઇન્ટર તો બન્યા પરંતુ તે એથી પણ મહાન વિજ્ઞાની પણ હતા. 



વર્તમાન પ્રવાહો

અમેરિકા પાકિસ્તાનની 3700 કરોડ રૂપિયાની સહાય બંધ કરશે.
ગરીબોને લોન આપવા બેન્કોને પ્રોત્સાહિત કરવા સરકાર રૂપિયા 1,000 કરોડનું ક્રેડીટ રિસ્ક ગેરંટી ફંડ રચશે.જાન્યુઆરી 2012 માં જંત્રીના દરોનો રિ-સર્વે કરશે. જેનો અમલ એપ્રિલ 2012 થી કરવામાં આવશે.
વડોદરાને વાઈબ્રન્ટ સીટી બનાવવા માટે માળખાકીય સુવિધાઓ માટે 1500 /-કરોડ રૂપિયાનું પેકેજ અપાશે તેવી નરેન્દ્રમોદીની જાહેરાત.
સેન્સેક્સ બે વર્ષની નીચી સપાટી 15491.35 એ પહોચ્યો.
RBI એ રેપોરેટ (8.5 %) , રીવર્સ રેપોરેટ (7.5 %) અને CRR (6%) ના દરે જ જાળવી રાખવાનો નિર્ણય લીધો.
સરકારે ભારત રત્ન માટેના માપદંડોમાં ફેરફાર કરતા અન્ય ક્ષેત્રોનો સમાવેશ કરતા સચિન માટે ભારત રત્ન મેળવવાની તક વધી.
એરઇન્ડિયાની નાણાકીય પરિસ્થિતિ અત્યંત ગંભીર. કુલ દેવું 43,000 કરોડ રૂ.એ પહોચ્યું.
અક્ષયકુમારે 6 કરોડ અને કેટરીના કૈફએ 3 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્ષ ચૂકવ્યો.
ગુજરાતના નવોદિત રણજી ખેલાડી મનપ્રિત જુનેજાએ પ્રથમ મેચમાં જ બેવડી સદી ફટકારવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી.
સરકારે નવું કંપની બિલ સંસદમાં રજુ કર્યું જે અનુસાર કંપનીઓએ ચોખ્ખા નફાના 2 % સામાજિક કાર્યોમાં ખર્ચવા પડશે અને દર 5 વર્ષે ઓડીટર બદલવા પડશે.
CBEC (સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમસ) ધ્વારા કિંગફિશર અને એરઇન્ડિયાના ખાતા સર્વિસ ટેક્ષની અમુક રકમ ચૂકવી દીધા બાદ અંકુશ મુક્ત.
દવા તેમજ અન્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનાર અને ઉત્પાદન વેચાણ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવા ગુજરાત સરકારે તોલ ફ્રી ટેલીફોન સેવા -1800-233-5500 શરૂ કરી.
ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમની કોઈક ભૂમિકા હોવાનો કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલનો સ્પષ્ટ ઇન્કાર.
રશિયામાં છેલ્લા એક દાયકાથી એકચક્રી શાસન કરતા પ્રમુખ વ્લાદીમીર પુતિન સામે દેશ વ્યાપી દેખાવો.
વિશ્વની અગ્રણી રેટિંગ સંસ્થા મૂડીઝ ધ્વારા ફ્રાન્સની ત્રણ બેંકો BNP પરીબા, સોસાયટી જનરલ અને ક્રેડીટ એગ્રીકોલને ડાઉનગ્રેડ કરવામાં આવી.
ફિલિપાઈન્સમાં પૂરથી 436 ના મોત.
વડાપ્રધાને જણાવ્યું કે શિયાળું સત્રમાં જ લોકપાલ બીલને આખરી ઓપ આપવામાં પ્રયાસ કરવામાં આવશે.
રશિયામાં ભગવદ ગીતાને કટ્ટરપંથી સાહિત્ય તરીકે લેબલ લગાડી પ્રતિબંધ મુકાવાની શક્યતા.
ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ BWF વર્લ્ડ સુપર સિરીઝમાં ફાઈનલમાં પ્રવેશ કરી ઈતિહાસ સર્જ્યો. આવી સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની.
ઓક્ટોમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 5.1 % ઘટ્યું જેથી ડોલર સામે રૂપિયો 52.85 ની ઐતિહાસિક સપાટીએ.
BCCI એ ભારતમાં રમાતી ક્રિકેટ મેચના પ્રસારણ અધિકાર ધરાવતી કંપની નિમ્બસ સાથે કરાર તોડી નાખ્યો છે અને નિમ્બસ દ્વારા અપાયેલી 2,000 કરોડ રૂપિયાની ગેરંટી મનીની રકમ જપ્ત કરી લીધી.
ડીઝલ અને LPG ની કિંમતોને અંકુશમુકત કરવાની સરકારની તૈયારી આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માટેના પ્રધાન આર.પી.એન.સિંહે આપી હતી.
રહેઠાણ વિહીન નાગરીકોને રાત્રીઆશ્રય પૂરો પાડવા સુપ્રીમે રાજ્યસરકારોને નિર્દેશ આપ્યો અને ત્રીજી જાન્યુઆરી સુધીમાં રાજ્યોમાં ચાલી રહેલા રાત્રી આશ્રયસ્થાનોની સ્થિતિ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું.
અનિલ કુંબલેએ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું.
26 વર્ષ પછી ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલીયામાં ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ ક્રિકેટ મેચમાં વિજય મેળવ્યો.બાંગલાદેશની ક્રિકેટ ટીમનો ૩૫ઈ વખત ઇનિંગ્સમાં પરાજય.
એકતા કપૂરને જાણીતા ગુજરાતી નવલકથાકાર વર્ષા અડલજાની નવલકથા ''રેતપંખી '' ઉપરથી બંદીની સિરિયલ બનાવવા બદલ સાડા સાત લાખ રૂપિયા ચૂકવવા પડ્યાં.
દેશભરમાં MBBS પ્રવેશ માટેની નેશનલ એલિજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીત) ની 2012 માં ન લેવાનો નિર્ણય.
રાજ્યમાં કોલ્ડવેવ. ભુજના નલિયામાં 5.8 ડિગ્રી તાપમાન.
ગોવાના લોકપ્રિય કાર્ટૂનીસ્ટ મારિયો મિરાન્ડાનું નિધન.
ખાનગી એરલાઇન્સમાં FDI માં 2 % વધારો હવે 26 % સુધી FDI ને મંજુરી.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણીમાં ભારતનો 4-1 થી વિજય.
સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (સાફ) ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતે અફઘાનિસ્તાન સામે 4-0 થી જીત મેળવી ચેમ્પિયનશીપ જીતી લીધી.
CBI દેશભરમાં નવા 21 કાનૂની અધિકારીઓની નિમણૂક કરશે.
કેન્દ્રીય કેબીનેટ ધ્વારા વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સીટીઝન ચાર્ટરબીલ જ્યુડીશીયલ એકા એકાઊંટેબીલીટી બિલ અને વ્હીસલ બ્લોઅર બિલ તરીકે ઓળખાતા પબ્લિક ઈન્ટરેસ્ટ ડિસ્કલોઝર એન્ડ પ્રોટેક્શન ટુ પર્સન મિલ્કીંગ ધ ડિસ્કલોઝર બિલને મંજૂરી અપાઈ. જયારે નેશનલ ફૂડ સિક્યોરીટી બિલ પર હજુ વધુ ચર્ચાની જરૂર હોવાથી તેનો નિર્ણય હવે પછી લેવાશે.
ઇન્ફોસીસ કંપની ભારતની મોસ્ટ વેલ્યુડ કંપની બની.તેનું સેન્સેક્સના શેરોમાં 10.25 % વેઈટેઝ જયારે રિલાયન્સનું વેઈટેઝ 10.08 %