વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨-૧૩ નું મેરીટ કાલે મુકવાની શક્યતા છે...

વિદ્યાસહાયક ભરતી ૨૦૧૨-૧૩ નું મેરીટ કાલે મુકવાની શક્યતા છે...

બદલી કેમ્પ ૨૦ જુલાઇ સુધી પુરા કરવા આદેશ

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી


સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયકની પસંદગી

મેરીટમાં આવેલ ઉમેદવારોએ જીલ્લા પસંદગીનો વિકલ્પ ઓનલાઈન તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરવાનો છે.

1. ઓનલાઈન જિલ્લાનો વિકલ્પ  (ફક્ત મેરીટમાં આવેલ ઉમેદવાર માટે )...
2. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક (30%        
સ્ત્રી અનામત સીવાયના માટે)....

3. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની     વિગત દર્શાવતું પત્રક - 30% સ્ત્રી અનામત માટે....


સુચના: 


૧) મેરીટમાં આવેલ ઉમેદવારોએ વિષયવાર, તેઓની કેટેગરી મુજબ જે જિલ્લામાં જગ્યા ઉપલબ્ધ છે તેનો     
   ઓનલાઈન વિકલ્પ પસંદગીના 
   જીલ્લાના ક્રમ મુજબ તા. ૧૮.૬.૨૦૧૩ થી ૨૧.૬.૨૦૧૩ સાંજે ૪.૦૦ કલાક સુધીમાં અચુક ભરી  
   લેવો.ઉમેદવાર વિકલ્પ નહિ ભરે તો તેમનો વિકલ્પ જતો કરેલ છે તેમ માની આગળની નિયમ અનુસારની 
   કાર્યવાઈ હાથ ધરાશે. જે અંગેની સઘળી જવાબદારી સંબંધિત ઉમેદવારની રહેશે.
૨) તા. ૧૩.૬.૨૦૧૩ સુધીમાં ઉમેદવારોએ આ સાથે રજુ કરેલ એફીડેવીટ કરવાનું રહેશે. (ગુજરાતી નકલ  
૩) ઉમેદવારોએ આ વેબસાઈટ બીજી માહિતી માટે દર રોજ જોવા વિનંતી 
૪) ઉમેદવારોએ અસલ સોગદં નામું કઢાવીને પોતાની પાસે જ રાખવાનું છે. આપને જીલ્લો ફાળવ્યા પછી તા. 
   ૨૫.૬.૨૦૧૩ના રોજ જિલ્લા 
   
    શિક્ષણાધિકારીશ્રી ની કચેરીમાં અસલ પ્રમાણપત્રો તથા એફીડેવીટ (સોગંદનામું) ચકાસણી અર્થે રજુ કરીને નિમણુંક પત્ર મેળવવાનો રહેશે.

સાયન્સના સ્ટુડન્ટસ માટે કેમેસ્ટ્રી બન્યો હોટ ફેવરીટ વિષય

  સાયન્સ ફેકલ્ટીમાં કેમેસ્ટ્રી વિષય સાથે પ્રવેશ મેળવવા માટે અભૂતપૂર્વ ધસારો

૧૨૩૦ વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રી માટે પ્રવેશ ફોર્મ ભર્યા


વડોદરા,તા.6 - ધો ૧૨ વિજ્ઞાાનપ્રવાહ બાદ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હંમેશા કેમેસ્ટ્રી હોટ ફેવરીટ વિષય રહેતો હોય છે પરંતુ આ વખતે તો એમ.એસ.યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીમાં કેમેસ્ટ્રી વિષય લેવા માટે અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે.

આ વખતે અત્યાર સુધીમાં ૧૨૩૦ વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રી વિષય મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા છે.જેના પગલે કેમેસ્ટ્રી વિષયન મેરીટ ઉંચુ જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
આમ તો દર વખતે કેમેસ્ટ્રી વિષય માટે ટકાવારી ઉંચી જ રહેતી હોય છે.પણ આ વખતે દર વર્ષ કરતા પણ વધારે ઉંચુ મેરીટ રહે તેવુ લાગી રહ્યુ છે.બીજા વિષયોની વાત કરવામાં આવે તો બોટની માટે ૧૭૫ વિદ્યાર્થીઓે,જીયોલોજી વિષય લેવા માટે ૧૪૦, મેથેમેટીક્સ માટે ૩૭૬, ફીઝીક્સ માટે ૩૨૭, ઝૂલોેજી માટે ૨૨૫ અને સ્ટટેસ્ટીક માટે ૩૦ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભર્યા છે.બીજી તરફ સૌથી ઓછા વિદ્યાર્થીઓ જ્યોગ્રોફી વિષય માટે નોંધાયા છે.આ વિષય સાથે પ્રવેશ લેવા માટે ૧૯ જ વિદ્યાર્થીઓએ અત્યાર સુધી ફોર્મ ભર્યા છે.
જોકે ફેકલ્ટીના સુત્રોનુ કહેવુ છે કે એક વખત એન્જીન્યરીંગ અને મેડીકલની પ્રવેશ કાર્યવાહી પુરી થશે એટલે આ સંખ્યા અને મેરીટ પણ નીચુ આવશે.કારણકે મેડીકલ અને એન્જીન્યરીંગમાં એડમીશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પણ સાયન્સમાં પ્રવેશ ફોર્મ તો ભરતા જ હોય છે.

ગાંધીનગર-વડોદરા જિલ્લાનાં એકપણ વિદ્યાર્થીને A-1 ગ્રેડ નહીં

-ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં માત્ર 92 વિદ્યાર્થીઓ જ

-અમદાવાદ શહેરનાં 25 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં પ્રથમક્રમે


A-1 ગ્રેડમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર 92 વિદ્યાર્થીઓ ધોરણ-12 સામાન્ય પ્રવાહનાં સોમવારે જાહેર થયેલા પરિણામમાં પાસ થયા છે તેમાં પણ પાટનગર ગાંધીનગર અને વડોદરા જિલ્લાનો એકપણ વિદ્યાર્થીનો સમાવેશ  A-1 ગ્રેડમાં થયો નથી.

જ્યારે ગત વર્ષે આ  A-1 ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 107ની હતી. આ વર્ષે જાહેર થયેલા પરિણામમાં  A-1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદનાં શહેરના છે, જેઓની સંખ્યા 25ની છે. જ્યારે અમદાવાદ રૂરલમાં 7 વિદ્યાર્થીઓ છે. અમદાવાદ શહેરનું સરેરાશ પરિણામ 64.21 ટકા આવ્યું છે અને અમદાવાદ જિલ્લાનું પરિણામ 61.85 ટકા આવ્યું છે.

A-1 ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં અમદાવાદ શહેર પછી રાજકોટનાં 23 અને સુરતનાં 15 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જિલ્લાવાર A-1 ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે.

અમદાવાદ શહેર 25

અમદાવાદ રૂરલ 7

અમરેલી 0

કચ્છ 1

ખેડા 1

જામનગર 2

જૂનાગઢ 7

ડાંગ 0

પંચમહાલ 0

બનાસકાંઠા 0

ભરૂચ 1

ભાવનગર 5

મહેસાણા 0

રાજકોટ 23

વડોદરા 0

વલસાડ 0

સાબરકાંઠા 1

સુરત 15

સુરેન્દ્રનગર 2

દીવ 0

આણંદ 0

પાટણ 0

નવસારી 1

દાહોદ 1

પોરબંદર 0

નર્મદા 0

ગાંધીનગર 0

તાપી 0
                                                                                                                       સંકલન:ગુજરાત સમાચાર

ઉ.મા.પ્ર.પરીક્ષા વિજ્ઞાનપ્રવાહ ના સેમેસ્ટર ની પરીક્ષા માં ગેરહાજર રહેલ વિધાર્થીઓની પુરક પરીક્ષા લેવા બાબત ..

ઉત્તર ગુજરાતનું ૭૦.૩૩ ટકા પરિણામ

ઉત્તર ગુજરાતનું ૭૦.૩૩ ટકા પરિણામ

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સાબરકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ

સાબરકાંઠા-૮૧.૯૧,

મહેસાણા-૬૨.૨૫,

બનાસકાંઠા-૬૬.૫૧

પાટણ જિલ્લાનું ૭૦.૭૮ ટકા 



                                    ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ઓન લાઈન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં સૌથી વધુ ૮૧.૯૧ ટકા મેળવી સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું રહેવા પામ્યું છે. જ્યારે કેન્દ્રોમાં ઝાલોદ ૯૭.૭૧ ટકા સાથે મોખરે રહ્યો છે જ્યારે દ્વારકા કેન્દ્ર પરિણામ સૌથી ઓછું ૩૫.૭૪ ટકા રહેવા પામ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણામાં ૬૨.૨૫, પાટણ ૭૦.૭૮ તથા પાલનપુર ૬૬.૫ મળી ચાર જિલ્લાનું સરેરાશ પરિણામ ૭૦.૩૩ ટકા જાહેર થયું છે.
માર્ચ-૨૦૧૩માં લેવાયેલ ધો.૧૨ની સામાન્ય પ્રવાહની પરીક્ષાઓમાં આ વર્ષે મોટાભાગના વિદ્યાર્થીઓને નામું તથા અંગ્રેજીનું પેપર અઘરું લાગ્યું હતું. જેની અસર પરિણામો ઉપર પડી છે. અંગ્રેજીનું પેપર ફરજિયાત કરવામાં આવેલ હોવાથી ગ્રામ્ય સ્તરે વિદ્યાર્થીઓને સ્કોરીંગ ટકાવારી ખેંચવામાં મુશ્કેલી પડે છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં કુલ ૭૮૮૪૪ વિદ્યાર્થીઓ પૈકી ૭૭૯૬૬ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હતી. જે પૈકી ૨૨૧૧૭ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જિલ્લા લેવલના પરિણામોમાં સાબરકાંઠા જિલ્લો ૮૧.૯૧ ટકા સામે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યો છે. ત્યારબાદ પાટણ જિલ્લો ૭૦.૭૮ ટકા, બનાસકાંઠા જિલ્લો ૭૦.૨૦ ટકા અને મહેસાણા જિલ્લો ૬૨.૨૫ ટકા સાથે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ક્રમે રહ્યો છે.
ઉત્તર ગુજરાતના આશરે ૬૦ જેટલા કેન્દ્રો પૈકી સાબરકાંઠા જિલ્લા ધનસુરા કેન્દ્રનું પરિણામ ૯૭.૨૫ રહ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પાટણ જિલ્લાના ચાણસ્મા કેન્દ્રનું ૫૦.૯૪ ટકા હોવાનું જાણવા મળેલ છે. મહેસાણા જિલ્લામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહના કુલ નોંધાયેલ વિદ્યાર્થીઓ ૧૯૮૯૯ પૈકી ૭૫૧૧ વિદ્યાર્થીઓ પરિક્ષામાં ગેરહાજર રહ્યા હતા. જેમાં એ૧માં એકપણ વિદ્યાર્થીએ એન્ટ્રી મારી નથી. જ્યારે એ-૨-૫૨, બી૧-૭૭૮, બી૨-૨૭૩૮, સી૧-૪૫૩૨ તથા સી૨-૨૬૩૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. મહેસાણા જિલ્લાના ૯ તાલુકા કેન્દ્રો પૈકી સતલાસણા કેન્દ્ર ૭૬.૯૦ ટકા સાથે જિલ્લામાં ટોપ ઉપર છે. ત્યારબાદ ઊંઝા કેન્દ્રનું ૭૩.૩૬ ટકા, ખેરાલુ, ૬૯.૮૩ ટકા, મહેસાણા ૬૬.૧૯ ટકા, વડનગર ૬૨.૮૬ ટકા, વિજાપુર ૫૮.૭૨ ટકા, બેચરાજી ૫૭.૦૪ ટકા, મહેસાણા ૫૩.૯૩ ટકા તથા વિસનગર કેન્દ્રનું ૫૩.૫૦ ટકા જાહેર થયેલ છે.
આજ પ્રમાણે પાટણ જિલ્લામાં ૧૧ કેન્દ્રો પર કુલ ૧૧૨૫૧ નોંધાયેલ વિદ્યાર્થીઓ પૈકી ૧૧૧૦૯ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાંથી કુલ ૭૮૭૬૬ વિદ્યાર્થીઓ પાસ  જાહેર થયો જ્યારે ૩૨૪૩ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે.
જિલ્લાનું કુલ પરિણામ ૭૦.૭૮ ટકા જાહેર થયું છે. જેમાં એ-૧-૦, એ૨-માં ૧૧૮, બી૧-૧૩૯૦, બી૨-૩૧૦૮, સી૧-૨૩૫૫, સી૨-૫૮૯, ઈ-૧ અને ઈ૨-૨૮૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.પાટણ જિલ્લામાં બાલીસણા કેન્દ્રનું પરિણામ ૯૩.૧૩ ટકા અને જ્યારે બનાસકાંઠા જિલ્લાનું ૭૦.૨૦ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં કુલ નોંધાયેલ ૨૪૪૯૮ વિદ્યાર્થીઓ પૈકી ૭૩૦૦ વિદ્યાર્થીઓ ગેરહજાર રહ્યા છે. એ-૧માં શૂન્ય, એ૨-૧૪૨, બી-૧ ૨૧૩૯, બી૨ ૬૫૮૬, ૯૧-૫૭૦૨, ૮૨-૧૫૯૦ વિદ્યાર્થીઓ પાસ જાહેર થયેલ છે.  થરા કેન્દ્રનું ૮૬.૦૬ ટકા તથા કેન્દ્રનું ૫૫.૦૬ ટકા નોંધપાત્ર ઓછું રહ્યું છે.
પાટણ કેન્દ્રનું પણ ૫૫.૧૩ ટકા ઓછું પરિણામ આવેલ છે. ઊંઝા કેન્દ્રમાં પણ આશરે ૧૬ શાળાઓમાં મોટેભાગે ૯૦ ટકાની આસપાસ પરિણામ જાણવા મળેલ છે. આ વર્ષે જાહેર થયેલ ગ્રેડવાર પરિણામોમાં ઉત્તર ગુજરાતમાં એ૧ ગ્રેટમાં માત્ર એક વિદ્યાર્થી સાબરકાંઠા જિલ્લાનો રહ્યો છે જ્યારે એ૨ ગ્રેડમાં પણ સાબરકાંઠા જિલ્લાના ૬૮૯ વિદ્યાર્થી, બનાસકાંઠાના ૧૪૨, પાટણ જિલ્લાના ૧૧૮ તથા મહેસાણા જિલ્લામાં માંડ પર વિદ્યાર્થી એ૨ રેન્ક મેળવી શક્યા છે. ગ્રેડ વાઈઝ પરિણામોમાં પણ મહેસાણા જિલ્લો સૌથી નબળો પુરવાર થયો છે. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. દરેક ગ્રેડમાં સાબરકાંઠા જિલ્લા વિદ્યાર્થીઓ આગળ રહ્યા છે. એક વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની પૂરક પરિક્ષા જૂલાઈ માસમાં લેવાનાર છે. ઈન્ટરનેટ ઉપર પરિણામ મુકવામાં આવેલ હોવાથી મોટાભાગની શાળાઓ દિવસ દરમ્યાન પોતાનું પરિણામ મેળવી શકી નહોતી.
                                                                                                                         સંકલન:ગુજરાત સમાચાર

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૬.૫૧ ટકા પરિણામ

ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું ૬૬.૫૧ ટકા પરિણામ

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચમાં લેવાયેલી પરીક્ષા

વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થિનીઓનું ૧૫ ટકા વધુ પરિણામ રાજ્યભરમાં A1 ગ્રેડ મેળવનારા



                              ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-૨૦૧૨માં લેવાયેલી ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું ૬૬.૫૧ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં વિદ્યાર્થીઓ કરતાં વિદ્યાર્થિનીઓનું ૧૫.૬૦ ટકા પરિણામ વધુ આવ્યું છે. રાજયભરના એ-૧ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ માત્ર ૯૨ વિદ્યાર્થીની છે. જે ગત વર્ષે ૧૦૭ની હતી. છેલ્લા સાત વર્ષમાં ધો. ૧૨નું આ વર્ષે સૌથી ઓછું પરિણામ છે. આ વખતની પરીક્ષામાં ઝાલોદ કેન્દ્રનું સૌથી વધુ ૯૭.૧૧ ટકા જયારે દ્વારકા કેન્દ્રનું સૌથી ઓછું ૩૫.૭૪ ટકા પરિણામ આવ્યું છે.
ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યનાં ૩૫૦ કેન્દ્રો પરથી લેવાયેલી આ પરીક્ષા માટે કુલ ૫,૩૨,૭૭૬ વિદ્યાર્થી નોંધાયા હતા. જેમાંથી ૫૧૮૬૨૩ વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા અને ૩૪૪૯૩૮ વિદ્યાર્થીઓ પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયા છે. બોર્ડની વેબસાઇટ પરથી સોમવારે સવારે પરિણામની જાહેરાત કરાઈ હતી. રાજયમાં સૌથી વધુ પરિણામ સાબરકાંઠા જિલ્લાનું ૮૧.૯૧ ટકા છે. સૌથી ઓછું પરિણામ ધરાવતો જિલ્લો પોરબંદર છે. જેનું પરિણામ ૪૭.૧૩ ટકા છે.
૧૦૦ ટકા પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૬૫ની છે. ૧૦ ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓની સંખ્યા ૪ છે. એક વિષયમાં પરિણામ સુધારણાની જરૃરીયાતવાળા વિદ્યાર્થીઓની સંખ્યા ૯૭૩૩૭ની છે. જેઓની પૂરક પરીક્ષા આગામી જુલાઈમાં લેવાશે. આ પરીક્ષા દરમિયાન ગુજરાતભરમાંથી ગેરરીતિનાં કુલ ૮૨ કેસ નોંધાયા હતા. સમગ્ર પરિણામની ખાસિયત એ છે કે વિદ્યાર્થીઓની સામે વિદ્યાર્થિનીઓ મેદાન મારી ગઈ છે. વિદ્યાર્થીઓનું પરિણામ ૬૦.૩૬ ટકા છે. જેની સામે વિદ્યાર્થિનીઓનું પરિણામ ૭૫.૯૬ ટકા છે. આમ છોકરીઓનું પરિણામ છોકરાઓ કરતાં ૧૫.૬૦ ટકા વધુ છે. એ-વન ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૯૨ની છે. જે ગત વર્ષે ૧૦૭ની હતી. જયારે એ-ટ૨ ગ્રેડ સાથે પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા ૬૬૦૨ છે. જે ગત વર્ષ કરતા થોડી ઓછી છે.દર વખતની જેમ આ વર્ષે પણ અંગ્રેજી માધ્યમનાં વિદ્યાર્થીઓની પાસ થવાની ટકાવારી વધુ છે.
 અંગ્રેજીનું ૭૭.૮૫ ટકા જયારે ગુજરાતી માધ્યમનાં વિદ્યાર્થીઓનું પરિણામ ૬૬.૩૦ ટકા આવ્યું છે. ડીફરન્ટલી એબલ્ડ વિદ્યાર્થીઓને ૨૦ ટકા પાસીંગ ધોરણનો લાભ અપાયો છે. આ રીતે ૧૪૫૯ વિદ્યાર્થી પાસ થયા છે. વિદ્યાર્થીઓનું ગ્રેડવાર પરિણામ અપાયું છે. વિદ્યાર્થીને તેના ગુણપત્રકમાં વિષયવાર ગ્રેડ, એકંદર ગ્રેડ અને પર્સન્ટાઈલ રેન્ક દર્શાવાયા છે.

૨૦૦૬ પછી આ વર્ષનું સૌથી ઓછું પરિણામ
અમદાવાદ, સોમવાર
ધો. ૧૨ સામાન્ય પરીક્ષાનું આ વખતનું પરિણામ છેલ્લા સાત વર્ષનું સૌથી ઓછું છે. ૨૦૦૬માં નવો કોર્સ આવ્યા બાદ ૯૧ ટકા પરિણામ આવ્યું હતું.
ત્યારબાદ ૨૦૦૭માં ૮૯ ટકા, ૨૦૦૮માં ૮૭ ટકા, ૨૦૦૯માં ૮૫ ટકા, ૨૦૧૦માં ૮૬ ટકા, ૨૦૧૧માં ૭૭ ટકા અને ગત વર્ષે ૨૦૧૨માં ૬૮.૪૪ ટકા પરિણામ આવ્યું હતું.
જયારે આ વર્ષે માત્ર ૬૬.૫૧ ટકા પરિણામ જ આવ્યું છે. પરિણામ શા માટે ઘટી રહ્યું છે તે અંગે સ્કૂલમાં શિક્ષકો અને આચાર્યો કશી સ્પષ્ટતા કરી શકતા નથી.

૧૪ જિલ્લાના એકપણ વિદ્યાર્થીને A1 ગ્રેડ મળ્યો નથી
અમદાવાદ, સોમવાર
ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૨૦૧૧માં કુલ ૨૨૧ વિદ્યાર્થીઓને એ-૧ ગ્રેડ મળ્યો હતો. જે ગત વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા ઘટીને ૧૦૭ની અને આ વર્ષે ૯૨ની થઇ ગઈ છે. આ ૯૨ માંથી પણ અમદાવાદનાં જ ૨૫ વિદ્યાર્થીઓ છે. જયારે રાજકોટના ૨૩ અને સુરતના ૧૪ વિદ્યાર્થી છે. આ સિવાય અમદાવાદ રૃરલમાંથી ૭, જૂનાગઢમાંથી ૭ અને ભાવનગરમાંથી ૫ વિદ્યાર્થીને એ-૧ ગ્રેડ મળેલો છે. જયારે જામનગરમાંથી બે, સુરેન્દ્રનગરમાંથી બે અને કચ્છ, ખેડા, ભરૃચ, સાબરકાંઠા, નવસારી, દાહોદમાંથી એક-એક વિદ્યાર્થીને એ-૧ ગ્રેડ મળેલો છે.  આ સિવાયનાં ૧૪ જિલ્લામાંથી એકપણ વિદ્યાર્થીને એ-૧ ગ્રેડ મળ્યો નથી. જેમાં અમરેલી, ડાંગ, પંચમહાલ, બનાસકાંઠા, મહેસાણા, બરોડા, વલસાડ, આણંદ, પાટણ, પોરબંદર, નર્મદા, ગાંધીનગર અને તાપીનો સમાવેશ થાય છે.

ગુણ ચકાસણીની અરજીઓ ૧૦થી ૨૪ જૂન સુધી સ્વીકારાશે
જુલાઇમાં લેવાનારી પૂરક પરીક્ષામાં એક વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થી બેસી શકશે
અમદાવાદ, સોમવાર
ધો. ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ જાહેર થયું છ. તેની સાથે જ ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા કેટલીક અગત્યની સૂચના પણ અપાઇ છે. જેમાં ખાસ કરીને ગુણ ચકાસણીની અરજીઓ તા. ૧૦થી ૨૪ જુન સુધી સ્વીકારવાની જાહેરાત કરાઇ છે. જિલ્લાના બોર્ડ દ્વારા નિયત થયેલા અરજી સ્વીકાર કેન્દ્ર પર નિયત કરેલી ફીનાં ડી.ડી. જમા કરાવવાનાં રહેશે.
દફતર ચકાસણીની અરજીઓ પણ ૨૪ જુન સુધી સ્વીકારાશે. કૃપા-ગુણથી પ્રમાણપત્ર મેળવવાને પાત્ર થયેલા ઉમેદવારની ગુણની તૂટ રદ કરવાની અરજીઓ ૧૦ જુલાઇ સુધી સ્વીકારાશે. પ્રમાણપત્ર મેળવવાને પાત્ર વિદ્યાર્થીઓનું પરિણામ સુધારવા પુનઃ ઉપસ્થિત થવા માટેનાં અરજીપત્રકો ૧ સપ્ટેમ્બરથી ૩૦ તારીખ સુધી સ્વીકારાશે.
નામ-જોડણીમાં સુધારો કરવાનો હોય તો તુરંત જ શાળાએ બોર્ડને સાધનિક કાગળો સાથે અરજી કરી સુધારેલા ગુણપત્રકો મેળવી લેવાના રહેશે. જુલાઇ ૨૦૧૩ની પુરક પરીક્ષા માટે વિષયમાં પરિણામ સુધારવાની જરૃરીયાતવાળા પરીક્ષાર્થીઓનાં આવેદનપત્રો ગુણ-ચકાસણીના જવાબની રાહ જોયા વગર શાળાના આચાર્યએ મોકલવાના રહેશે. જે મોકલવાની અંતિમ તારીખ ૨૪મી જુન છે. આઇસોલેટેડ (પૃથ્થક) ઉમેદવારો જુલાઇની પુરક પરીક્ષામાં હાજર રહી શકશે નહીં.  
                                                                                                   સંકલન:ગુજરાત સમાચાર