શિક્ષણ જગતમાં સરકાર દ્વારા જેની કાગડોળે રાહ જોતા હતા તે પરિપત્ર થાય તેવી શક્યતા લાગી રહી છે

          શિક્ષણ જગતમાં સરકાર દ્વારા જેની કાગડોળે રાહ જોતા હતા તે 

પરિપત્ર થાય તેવી શક્યતા લાગી રહી છે


 



સરકાર હજુ ધોરણ ૯ કે ૧૦ નો વર્ગ ઘટે તો સહાયકો ને રક્ષણ મળે કે ન મળે તેની ચોખવટ આ પરીપત્ર મા દેખાતી નથી.

HTAT EXAM MA HELPFUL AEVI AA ANSWERKEY PDF FILE MA DOWNLOAD KRO


HTAT EXAM MA HELPFUL AEVI AA ANSWERKEY PDF FILE MA DOWNLOAD KRO

HTAT ANSWERKEY

ગણિત અને વિજ્ઞાનની ખાલી પડેલ જગાયોની યાદી -૨૦૧૩


HTAT ફોર્મ ભરવાની તારીખ - ૨૦/૦૭/૧૩ બપોરના ૨-૦૦ કલાકથી ૨૯/૦૭/૧૩ બપોરના ૩-૦૦ કલાક સુધી.


                         HTAT - 2013 Notification 1



HTAT ફોર્મ ભરવાની તારીખ - ૨૦/૦૭/૧૩ બપોરના ૨-૦૦ કલાકથી  ૨૯/૦૭/૧૩ બપોરના ૩-૦૦ કલાક સુધી.


પરીક્ષા તારીખ - ૧૮/૦૮/૨૦૧૩  ૧૨-૦૦થી ૧૪-૦૦  

સોસીયલ સાયન્સમા ૧૨/૦૭/૨૦૧૩ ના બાકી રહેલ સીટની યાદી

AHMD -29 BARODA -44 RAJKOT -niil SURAT -niil JUNAGADH -niil MAHESH -niil ANAND-03 PANCHMAHAL -20 DAHOD -90SABAR KANTHA -28PORBANDAR -54PATAN -71BHAVNAGAR -50AMRELI -108JAMNAGAR -108KUTCH -22BHARUCH -15VALSAD -47NARMADA -25NAVSARI -02BANASKANTHA - 31SURENDRA -23GANDHINAGAR - 07.

અમરેલી જીલ્લાનાં બદલી કેમ્પ

અમરેલી જીલ્લાનાં બદલી કેમ્પ ની તારીખો નીચે મુજબ છે.
(1) તા. 18-7-13 ~ O.P. (વધ) કેમ્પ.
(2) તા. 20-7-13 ~ માંગણી કેમ્પ ધો. 1 થી 5.
(3) તા. 21-7-13 ~ માંગણી કેમ્પ ધો. 6 થી 8.
(4) તા. 23-7-13 ~ માંગણી કેમ્પ - જનરલ.
(5) તા. 25-7-13 ~ તાલુકા અરસ પરસ અને જીલ્લાફેર.
તમામ કેમ્પ નું સ્થળ જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન રહેશે.
સમય સવારે 9 કલાક થી પુરો થાય ત્યાં સુધી.

Gujarat HTAT & TET II 2013 Next Exam dates declared


Gujarat State Examination Boarad (SEB)


HTAT (Head Teacher Aptitude Test) Date of Exam may be 18/08/2013.
HTAT is the exam to recruit Direct(Promotion) Head teachers in Gujarat States Primary Schools
TET -  2 (Teachers Eligibility Test )
Date of Exam may be 01/09/2013.
TET is the exam to recruit Teachers in  Upper Primary for Gujarat State.
Online Application and Advertisement will be declared soon on OJAS.
For more detailes visit Websites below : 
http://gujarat-education.gov.in/seb/

વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના

સામાજિક શૈક્ષણિક અને પછાતવર્ગના ઉમેદવારના કિસ્સામા તા.૦૧-૦૪-૨૦૧૨ થી તા.૧૯-૦૬-૨૦૧૩ દરમિયાન ઇસ્યુ થયેલ નોન ક્રીમીલેયર પ્રમાણપત્ર માન્ય ગણાશે.
                   વિદ્યાસહાયક ભરતીના ઉમેદવારો માટેની સૂચના
(1) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષય માટેના ગુજરાતી માધ્યમના ઉમેદવારોને જિલ્લા પસંદગી માટે તા-૧૧-૭-૨૦૧૩ થી તા-૧૬-૭-૨૦૧૩ સુધી બોલાવેલ છે. 
(2) ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના જિલ્લા પસંદગીની કાર્યવાહી માટે તા-૭-૭-૨૦૧૩ ના 4.૦૦ કલાકથી ઉમેદવારોએ ઓન-લાઈન વેબસાઈટ ઉપરથી જ કોલ-લેટર મેળવી લેવાના રહેશે. અન્ય કોઈ પ્રકારે કોલ-લેટર મોકલવામાં આવશે નહિ. 
(3) પ્રથમ તબક્કામાં ગણિત-વિજ્ઞાન વિષયમાં ૬૪.૫૮ મેરીટ સુધીના ઉમેદવારો અને સામાજીક વિજ્ઞાનના વિષયમાં ૬૬.૭૭ મેરીટ સુધીના ઉમેદવારો કોલ-લેટર મેળવી શકશે. 
(4)શારીરિક અશક્તતા ધરાવતા નીચે જણાવેલા મેરીટ સુધીના ઉમેદવારો કોલ લેટર મેળવી શકશે.
કેટેગરીગણિત-વિજ્ઞાનસામાજિક વિજ્ઞાન
અલ્પદ્રષ્ટિ૫૮.૪૭૫૫.૫૮
હલનચલન (OH)૫૪.૫૧૬૩.૭૩
પીઆઇએલ નં. ૫૮/૨૦૧૩ માં નામદાર ગુજરાત હાઇકોર્ટના તા. ૨૮/૩/૨૦૧૩ ના વચગાળાના આદેશ અન્વયે શ્રવણની ખામી ધરાવતા ઉમેદવારો માટે જાહેરાતમાં દર્શાવેલી કુલ જગ્યાના ૧ ટકા જગ્યા ખાલી રાખવામાં આવેલ છે.
(5) ભાષા વિષયના વિદ્યાસહાયકોની જિલ્લા પસદગીની કાર્યવાહી ગણિત-વિજ્ઞાન અને સામાજીક વિજ્ઞાનના વિષયની જીલ્લા પસદગી કાર્યવાહી પૂર્ણ થયા બાદ શરૂ કરવામાં આવશે. 

જીલ્લાવાર ભરવાપાત્ર બેઠકો

જગ્યાઓની વિગત (જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
જગ્યાઓની વિગત (જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
જગ્યાઓની વિગત(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
જગ્યાઓની વિગત(નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત જગ્યાઓની વિગત(જીલ્લા શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત જગ્યાઓની વિગત(જીલ્લા શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત જગ્યાઓની વિગત(નગર શિક્ષણ સમિતિ-ગુજરાતી માધ્યમ)
ભાષાઓની વર્ગીકૃત જગ્યાઓની વિગત(નગર શિક્ષણ સમિતિ-અન્ય માધ્યમ)

ગુજરાત સરકારની સરકારી કોલેજમાં નેટ/સ્લેટ/એમ.ફીલ પાસ માટે 800 જગ્યાઓની જાહેરાત માટે અરજી કરવા અહિ ક્લીક કરો.

પુરક પરીક્ષા ૨૦૧૩ માં બેસનાર વિધાર્થીઓની પ્રવેશીકા ( ફી રસીદ ) ૮ મી જુલાઈ એ ઓન લાઈન આપવામાં આવશે. તે બોર્ડની વેબ સાઈટ પરથી વિધાર્થી કે શાળા પ્રીન્ટ લઈ શકશે અને તેને પરીક્ષાર્થીની શાળા દ્વારા પ્રમાણિત કરેલી હોવી જોઈએ 








TAT -3 પરીક્ષા પહેલાં સરકાર ઉચ્ચત્તર ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકની ભરતી કરશે તેવા બિનસત્તાવાર સમાચાર મળી રહ્યા છે.


TAT -3 પરીક્ષા પહેલાં સરકાર ઉચ્ચત્તર ગ્રાન્ટેડ શાળામાં શિક્ષકની ભરતી કરશે તેવા બિનસત્તાવાર સમાચાર મળી રહ્યા છે.

નજીકના ભવિષ્યમાં TAT -3 તથા HTAT પરીક્ષાની તારીખ જાહેર થાય તો નવાઈ નહિ. કદાચ ઓગષ્ટ માસના બીજા અઠવાડિયામાં પરીક્ષા આવી પણ શકે છે.
Source:Jitubhai

Supreme Court fix salary case Status - Pending

Supreme Court fix salary case Status - Pending

 Next Date of Listing  30/07/2013 

For More matter Click Here 

પ્રવેશોત્સવના તાયફાઓ વચ્ચે શિક્ષકોની ૧,૧૨૧ જગ્યા ખાલી

                  રાજ્ય સરકાર દરેક બાળકોને શિક્ષણ મળે તે માટે કન્યા કેળવણી, પ્રવેશોત્સવ અને ગુણોત્સવની સુફિયાણી વાતો કરે છે તો બીજી તરફ અમદાવાદ મ્યુનિ.સ્કૂલ બોર્ડ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો અને કર્મચારીની અછતને કારણે ગુણવત્તાસભર શિક્ષણની વાતોનો સરેઆમ છેદ ઊડી રહ્યો છે. શહેરમાં મ્યુનિ. સ્કૂલ બોર્ડ સંચાલિત ૪૬૪ શાળાઓમાં શિક્ષકોની ૧૧૨૧ જગ્યાઓ લાંબા સમયથી ખાલી પડેલી છે. ધોરણ ૧થી પમાં મંજૂર મહેકમ ૩૨૧૬ છે તેની સામે ૨૬૮૯ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે. ધોરણ ૬થી ૮માં મંજૂર મહેકમ ૧૬૦૬નું છે જેની સામે ૧૦૧૨ શિક્ષકો ફરજ બજાવી રહ્યા છે.
  • કન્યા કેળવણી, ગુણોત્સવની ગુલબાંગો પણ સ્થિતિ ઠેરની ઠેર
કેન્દ્ર સરકાર દ્વારા ૨૦૦૯માં ૬થી ૧૪ વર્ષના બાળકોને ફરજિયાત શિક્ષણ મળે તે માટે શિક્ષણનો અધિકારનો કાયદો અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ બાળકોને શિક્ષણ મળે તે માટેની સંપૂર્ણ જવાબદારી રાજ્ય સરકાર કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની રહેશે તેવી જોગવાઇ છે. જેમાં દરેક પ્રાથમિક શાળાઓમાં પૂરતા શિક્ષકો અને વિદ્યાર્થીઓને ઘરથી નિયત કરેલા અંતરે જ સ્કૂલ હોય તેવી વ્યવસ્થા કરવાની હતી પણ અત્યાર સુધીમાં બાળકોને ગુણવત્તાસભર શિક્ષણની વાતો થઇ છે. અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડ સંચાલિત શાળામાં દિવસે ને દિવસે બાળકોની સંખ્યા ઘટી રહી છે. ચાલુ શૈક્ષણિક સત્રમાં તો ધોરણ ૧માં માત્ર ૨૦,૦૦૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો છે. શિક્ષકો ઉપરાંત અન્ય કર્મચારીઓની જગ્યાઓ ખાલી હોવાને કારણે તેની સીધી અસર બાળકોના શિક્ષણ ઉપર પડી રહી છે તેવી ફરિયાદો પણ આવી રહી છે.
અમદાવાદ સ્કૂલ બોર્ડના સભ્ય રમેશ ચૌધરીએ જણાવ્યું કે,'સ્કૂલ બોર્ડની સ્કૂલોમાં શિક્ષકોની અછતને કારણે બાળકોને ગુણવત્તાસભર શિક્ષણ મળી રહ્યું નથી, ઘણી સ્કુલોમાં તો બેથી ત્રણ વર્ગના બાળકોને એક જ રૂમમાં બેસાડીને ભણાવવામાં આવે તેવી સ્થિતિ છે,ત્યારે શિક્ષકોની ખાલી જગ્યાઓ તાત્કાલિક ધોરણે ભરવી જોઇએ.' બીજી તરફ સત્તાધીશોનો દાવો છે કે,'સ્કૂલોમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા કોર્ટના આદેશથી અટકેલી છે જેવી કોર્ટ તરફથી લીલીઝંડી મળશે કે તુરંત જ શિક્ષકોની ભરતી કરાશે.'
ખાલી જગ્યાઓ
ધોરણમહેકમશિક્ષકોખાલી
૧થી ૫૩૨૧૬૨૬૮૯૫૨૭
૬થી ૮૧૬૦૬૧૦૧૨૫૯૪

સ્કૂલ બોર્ડમાં ૩૫૪ કર્મચારીઓની જગ્યાઓ ખાલી
મ્યુનિ.સ્કૂલ બોર્ડમાં વિવિધ હોદ્દાઓ પર કર્મચારીઓની ૩૫૪ જગ્યાઓ ખાલી પડેલી છે. સ્કૂલ બોર્ડમાં ઓફિસ સુપરિન્ટેન્ડેન્ટની ૧,ચીફ એકાઉન્ટન્ટની ૧, વેલ્ફેર ઓફિસરની ૧, આસિ. ઓફિસ સુપ્રિ.ની ૧, એકાઉન્ટન્ટની ૧, ડે. એકાઉન્ટન્ટની ૧, શ્રોફની ૧, જુનિ.એકાઉન્ટન્ટની ૬, હેડ ક્લાર્કની ૪ અને સિનિયર અને જુનિયર ક્લાર્કની ૬૩ જગ્યાઓ ખાલી છે. ટ્રેઇન્ડ ગ્રેજ્યુએટ સુપરવાઇઝરની ૭, પ્રાથમિક ટ્રેઇન્ડ સુપરવાઇઝરની ૨, મદદનીશ શાસનાધિકારીની ૩, અધ્યાપક(નૂતન તાલીમ વિભાગ)ની ૧, નાયકની ૬, પટાવાળાની ૩૫, પગીની ૯૩, પાણી પાનારની ૧૧૪ અને પૂર્વ પ્રાથમિક તેડાગરની ૧૩ જગ્યાઓ ખાલી પડેલી છે.
સંકલન:સંદેશ

CBSEના તમામ વિદ્યાર્થીને પ્રવેશ ગુજરાતના વિદ્યાર્થી પાછળ ધકેલાયા

ડિગ્રી એન્જિનીયરિંગ કોલેજોમાં

અગાઉ દરખાસ્ત થાય તેનાથી અડધાને જ પ્રવેશ મળતો હતો ઃ મેરિટ લિસ્ટ કોના લાભાર્થે ?


અમદાવાદ,રવિવાર
ડિગ્રી એન્જિનિયરિંગમા પ્રવેશ માટે ફાઇનલ એલોટમેન્ટ કરી દેવામાં આવ્યું છે.પ્રવેશ સમિતિ પાસે કુલ ૫૬ હજાર જેટલી બેઠકો ઉપલબ્ધ છે. જે માટે ૬૭૭૦૦ વિદ્યાર્થીઓએ દરખાસ્ત કરી હતી. ફોર્મ ભરનારા તમામ વિદ્યાર્થીઓને બેઠકોની ફાળવણી કર્યા પછી પણ ૪૦૩ જેટલી બેઠકો ખાલી પડી છે. બીજીબાજુ ચાલુ વર્ષો કોમન મેરિટલીસ્ટના કારણે સેન્ટ્રલ બોર્ડના જેટલા વિદ્યાર્થીઓએ દરખાસ્ત કરી તે તમામને પ્રવેશ મળી જતાં ગુજરાતના વિદ્યાર્થીઓએ મેરિટમાં પાછળ જવું પડયું હોવાની ફરિયાદ બહાર આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ડિગ્રી એન્જિનીયરિંગમાં પ્રવેશ માટે અરજી કરનારા વિદ્યાર્થીઓને આજે મેરિટ પ્રમાણે બેઠકોની ફાળવણી કરી દેવામાં આવી છે. મેરિટમાં પ્રથમ ગુજરાત બોર્ડના વિદ્યાર્થીએ સ્થાન મેળવ્યું છે. પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓને આગામી તા.૫મી સુધીમાં વેબસાઇટ પર પ્રિન્ટ કાઢીને બેંકમાં જઇને પૈસા ભરવાની રહેશે. ત્યારબાદ ઇન્ફર્મેશન સેન્ટર પર જઇને ડોક્યુમેન્ટનું વેરિફિકેશન કરાવીને સ્લીપ મેળવવાની રહેેશે. આટલી પ્રક્રિયા પૂર્ણ થયા પછી જ પ્રવેશ માન્ય ગણવામાં આવશે. વિદ્યાર્થીઓએ કોલેજમાં જઇને રિપોર્ટિંગ કરવું ફરજિયાત નથી. ઉલ્લેખનીય છે કે ચાલુ વર્ષે સેન્ટ્રલ અને ગુજરાત બોર્ડનું કોમન મેરિટલીસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે.
સામાન્ય રીતે અત્યાર સુધી સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓને પ્રોરેટા પ્રમાણે ૩ થી ૪ ટકા બેઠકો ફાળવવામાં આવતી હતી. એટલે કે દરવર્ષે સેન્ટ્રલ બોર્ડના જેટલા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે દરખાસ્ત કરે તેના અડધા વિદ્યાર્થીઓને પ્રવેશ મળતો હતો. તેમાં પણ બ્રાન્ચ પ્રમાણે બેઠકો એલોટ થતી હતી. એટલે કે મિકેનિકલ-સિવિલમાં પ્રોરેટા પ્રમાણે ૩ કે ૫ બેઠકો હોય તો આટલા વિદ્યાર્થીઓને જ પ્રવેશ આપવામાં આવતો હતો. ત્યારબાદ ગમે તેટલું મેરિટ ઉંચુ હોય તો પણ વિદ્યાર્થીને જે તે કોલેજની આ બ્રાન્ચ મળી શકતી નહોતી. કોંગ્રેસના પ્રવક્તા મનીશ દોશી કહે છે ચાલુ વર્ષે સેન્ટ્રલ બોર્ડના અંદાજે ૩૬૧૦ વિદ્યાર્થીઓએ દરખાસ્ત કરી તે તમામને પ્રવેશ ફાળવી દેવામાં આવ્યો છે. આ વિદ્યાર્થીઓને મેરિટમાં કોઇને કોઇ સ્થાને સમાવવાથી ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓએ મેરિટમાં પાછળ જવું પડયું છે. ખરેખર ગુજરાતે આ વ્યવસ્થા કોના લાભ માટે કરી છે તેની પણ જાહેરાત કરવી જોઇએ તેવી માંગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે. બેઠકો ખાલી રહે તો પણ સેન્ટ્રલ બોર્ડના વિદ્યાર્થીઓને ઇચ્છીત બ્રાન્ચ મળતાં ગુજરાતના વિદ્યાર્થીએ આ બ્રાન્ચ ગુમાવવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.



ખાલી જગ્યાની યાદી

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં જિલ્લા, વિષય અને કેટેગરીવાર ખાલી જગ્યાની વિગત દર્શાવતું પત્રક

મેરીટ યાદી

ધોરણ-૧૧ માં પ્રવેશ આપવા બાબત...

ધોરણ-૧૧ માં પ્રવેશ આપવા બાબત...