whatsapp પર ઉમેરાઈ બે નવી સુવિધાઓ

હવે તમે અમુક વ્યક્તિઓથી તમારી profile અને status છુપાવી શકશો

જંગી રકમ આપીને ખરીદાયાના ગણતરીના દિવસોમાં 3 કલાક સુધી whatsapp ખોટકાયુ



સૌથી મોટી સોશ્યલ નેટવર્કીંગ સાઈટ્સ ફેસબૂકે વોટ્સઅપને ખરીદી લીધા બાદ હવે વોટ્સઅપમાં 2 
નવી સુવિધાઓનો ઉમેરો કરવામાં આવ્યો છે.જે પ્રમાણે હવે last seen notification સંતાડવુ શક્ય બનશે ઉપરાંત તમે તમારુ profile picture  અને status જો તમારા કેટલાક મીત્રોથી સંતાડવા માંગતા હશો તો તે પણ સુવિધાનો ઉમેરો થયો છે.

last seen notificationની સુવિધા આઈ ફોન યુઝ કરનારાઓને મળી જ રહી છે પરંતુ હવે એન્ડ્રોઈડ ઓપરેટીંગ સીસ્ટમનો ઉપયોગ કરનારાને પણ આ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવ છે.જોકે વોટ્સઅપનુ આ નવુ વર્ઝન હાલમાં તો પ્લે સ્ટોર  પર ઉપલબ્ધ નથી.આ સંજોગોમાં વોટ્સ અપની વેબસાઈટ પરથી એપીકે ફાઈલ ડાઉનલોડ કરીને કામ ચલાવી શકાય છે.

જોકે આશ્ચર્યની વાત એ છે કે ફેસબૂકે વોટ્સઅપને જંગી રકમ આપીને ખરીદી લીધાના ગણતરીના દિવસોમાં જ ગઈકાલે વોટ્સઅપ ખોટકાઈ ગયુ હતુ.3 કલાક સુધી વોટ્સ અપ પર મેસેજ સેન્ડ કરવામાં કે ડાઉનલોડ કરવામાં મુસીબત આવી હતી.બાદમાં આ સમસ્યા હલ થઈ ગઈ હોવાની કંપનીએ જાહેરાત કરી હતી.   Source:Sandesh