ધો. ૧૨ સાયન્સનું પરિણામ મેના ત્રીજા સપ્તાહમાં

અમદાવાદ : ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બો‌ર્ડ‌ દ્વારા લેવાયેલી ધો. ૧૨ સાયન્સની પરીક્ષાનું પરિણામ તા. ૧૮થી૨પ મે દરમિયાન જાહેર થાય તેવી શકયતા સત્તાવાર સૂત્રોએ વ્યકત કરી છે. જ્યારે ધો. ૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ તા.૨૭થી૨૮ મે વચ્ચે જાહેર થશે. ધો. ૧૦નું પરિણામ તા.૩૦ મે આસપાસ જાહેર કરાઇ તેવી શકયતા છે.
તમામ પરિણામ ઓનલાઇન જાહેર કરાશે. ઉલ્લેખનીય છે કે આજે ધો. ૧૨ સામાન્ય પ્રવાહમાં આજે કમ્પ્યૂટર પરિચય વિષયનું પ્રશ્નપત્ર હતું. આ પ્રશ્નપત્રમાં પ્રિન્ટિંગ મિસ્ટેક સિવાય કોઇ મહત્ત્વની ભૂલ હતી નહીં. પ્રશ્નપત્ર એકંદરે સરળ હતું.                                                                 Source:Divyabhaskar

No comments:

Post a Comment

Welcome