Capacity અને Capability

અંગ્રેજીમાં બે શબ્દો છે. Capacity અને Capability – ક્ષમતા અને ક્ષમતાનો ઉપયોગ કરવાની આવડત. Capacity એટલે Physical Space in a Vessel to contain something (liquid, solid or gas). Capability એટલે ability to use capacity પાણીની ટાંકીની નિશ્ચિત Capacity (ક્ષમતા) હોય. અમુક લિટર પાણી જ સમાય. એવું જ અનાજની કોઠીનું કે ગેસ સિલિન્ડરનું. પણ માણસની Capacity કેટલી ? એ કેટલી ઝડપે દોડી શકે ? કેટલા કલાક કામ કરી શકે ? કેટલી ઝડપથી કેટલું શીખી શકે ? આનું કોઈ માપ, કોઈ હદ ખરી ? આપણને ખબર છે કે ગાંધીજી, રામકૃષ્ણદેવ, મિલ્ખાસીંગ, સચીન તેંડુલકર, બટ્રાન્ડ રસેલ, ટાગોર, આઈન્સટાઈન….. આ બધા વ્યક્તિવિશેષોમાં માણસ તરીકેના એ જ તત્વો છે/હતા જે આપણા બધામાં છે. તેમ છતાં આપણે વ્યક્તિ છીએ. એ ‘વ્યક્તિવિશેષ’ છે. આ વિશેષતા Capability – ગુણવત્તાની છે. માણસની ક્ષમતા અગાધ છે. એ ધારે એટલી પોતાની ક્ષમતા વધારી શકે છે. આથી માણસનું માપ સ્થૂળ પદાર્થોની માફક Capacity માં નહીં પણ Capability માં જાણવું પડે. (‘વિચારવલોણું’માંથી સાભાર.)   Source

No comments:

Post a Comment

Welcome