રોજગાર યુવાનોને MSM અને E-MAIL થી રોજગારીની માહિતી મોકલાશે

ગાંધીનગર જિલ્લાના રોજગારવાંચ્છુ યુવાનોને રોજગારની વિગતો હવે ઇમેઇલ અને એસએમએસ દ્વારા મળી રહેશે. રાય્જની રોજગાર અને તાલીમની કચેરી દ્વારા આ માટે એક અદ્યતન વેબ એનેબલ્ડ જોબ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. આ પોર્ટલ મારફત રોજગારીની લેટેસ્ટ વિગતો હવે રોજગારવાંચ્છુઓને ઘેરબેઠા મળી રહેશે. જોકે, આ સુવિધા માત્ર રોજગાર કચેરીમાં નોંધાયેલા નોકરીવાંચ્છુઓ પુરતી જ મર્યાદિત રહેશે. આ માટે તેઓને કચેરીમાં ઇમેઇલ અને મોબાઇલ નંબર નોંધાવવા પડશે.
  • રાજ્યની રોજગાર કચેરી દ્વારા તૈયાર થઇ રહેલું અદ્યતન વેબ એનેબલ્ડ જોબ પોર્ટલ
રાજ્યના રોજગાર અને તાલીમની કચેરી દ્વારા રોજગારવાંચ્છુ યુવાનોને નોકરીદાતાની સરળતાથી સેવાઓ ઉપલબ્ધ કરાવી શકાય તે માટે અદ્યતન ટેકનોલોજીનો સહારો લેવાનું નક્કી કર્યુ છે. પ્રાપ્ત વિગતો મુજબ, આ માટે એક અદ્યતન વેબ એનેબલ્ડ જોબ પોર્ટલ તૈયાર કરવામાં આવી રહ્યુ છે. આ પોર્ટલ મારફત રોજગારવાંચ્છુ યુવાનોને રોજગારીની વિગતોની જાણકારી પોર્ટલના માધ્યમથી ઇ-મેલ અને એસ.એમ.એસથી આપવામાં આવશે. ઉલ્લેખનીય છેકે, અત્યાર સુધી નોકરીદાતાઓને રોજગાર કચેરીમાં નોંધાયેલા રોજગારવાંચ્છુ યુવાનોના લીસ્ટ માટે રોજગાર કચેરી પાસેથી વિગતો મેળવી યોગ્ય યુવાનોની પસંદગી કરવી પડતી હતી. પરંતુ હવે આ પોર્ટલના માધ્યમથી નોકરીદાતા પણ ઓનલાઇન રોજગારવાંચ્છુ યુવાનોની વિગતો પ્રાપ્ત કરી શકશે. ઉપરાંત નોકરીદાતાની માંગણી પ્રમાણે રોજગારવાંચ્છુઓને એસ.એમ.એસ અને ઇ-મેલ દ્વારા વિગતો પણ મોકલી શકાશે. જોકે, આ માટે નોકરીવાંચ્છુઓએ રોજગાર કચેરીમાં નામની નોંધણી કરાવવી પડશે. આ પોર્ટલ ટુંક સમયમાંજ શરૂ કરવામાં આવશે.
જિલ્લા રોજગાર કચેરી દ્વારા નોંધાયેલા રોજગારવાંચ્છુઓને વહેલી તકે પોતાના ઇ-મેલ એડ્રેસ અને મોબાઇલ નંબરની નોંધણી કચેરીમાં કરાવવાની રહેશે. આ સાથે તેઓને માહિતીમાં પોતાનું પુરૂ નામ, નોંધણી નંબર અને જન્મ તારીખ પણ જણાવવાની રહેશે. ઉલ્લેખનીય છેકે, જિલ્લામાં જાન્યુઆરી સુધીમાં ૨૨ હજાર જેટલા નોકરીવાંચ્છુઓએ રોજગાર કચેરીમાં નોંધણી કરાવી છે. આ તમામને મોબાઇલ અને ઇ-મેઇલ નંબરની નોંધણી કરાવ્યા બાદ વેબ એનેબલ્ડ જોબ પોર્ટલ મારફત ઘરે બેઠા રોજગારીની વિગતો પ્રાપ્ત થશે. 
                           Sorure:Sandesh News Paper

No comments:

Post a Comment

Welcome