ગુજરાતનું વર્ષ 2014-15નું બજેટઃ ક્યા ક્ષેત્રે કેટલી જોગવાઈ

ગુજરાતના નાણામંત્રી સૌરભ પટેલે પહેલીવાર વિધાનસભામાં વર્ષ 2014-15નું અંદાજપત્ર રજૂ કર્યું હતું. જેમાં ક્યા ક્ષેત્રે કેટલી જોગવાઈ કરવામાં આવી છે અને તેના માટે કેટલું બજેટ ફાળવવામાં આવ્યું છે, તેની મહત્વની વિગતો નીચે પ્રમાણે છે.
-બજેટનું કદ 71,330.44 કરોડ, ગયા વર્ષ કરતા 21 ટકાનો વધારો
-કૃષિ અને સંલગ્ન પ્રવતિઓ માટે 4358.20 કરોડની જોગવાઈ
-ગ્રામીણ વિકાર માટે 2311.30 કરોડની જોગવાઈ
-ખાસ વિસ્તાર કાર્યક્રમ માટે 223.84 કરોડની જોગવાઈ
-સિંચાઈ અને પૂર નિયંત્ર ક્ષેત્રે 13035,22 કરોડની જોગવાઈ
-ઉર્જા ક્ષેત્રે 5097.35 કરોડની જોગવાઈ
-ઉદ્યોગ અને ખનિજ ક્ષેત્રે 2223,42 કરોડની જોગવાઈ
-પરિવહન ક્ષેત્રે 5638.00 કરોડની જોગવાઈ
-સંદેશા વ્યવહાર ક્ષેત્રે 761.58 કરોડની જોગવાઈ
-વિજ્ઞાન અને પ્રૌદ્યોગિક ક્ષેત્રે 544.25 કરોડની જોગવાઈ
-સામાન્ય આર્થિક સેવા ક્ષેત્રે 2237.09 કરોડની જોગવાઈ
-સામાજિક સેવાઓ ક્ષેત્રે 34781.50 કરોડની જોગવાઈ
-સામાન્ય સેવાઓ ક્ષેત્રે 118,65 કરોડની જોગવાઈ
-453.85 કરોડની પૂરાંત વાળુ બજેટ