નવા પાઠ્યપુસ્તકોની કિંમતોમાં તોળાતો ૧૫ ટકાનો ભાવવધારો




ગુજરાત રાજય પાઠય પુસ્‍તક મંડળ દ્વારા ચાલુ વર્ષે ધોરણ ૧ થી ૫માં અંગ્રેજી માધ્‍યમના નવાં પુસ્‍તકો બજારમાં આવશે. જો કે વિક્રેતા-વેપારી પાસે ૨૫મી મે બાદ ધોરણ ૧ થી ૧૨નાં પુસ્‍તકોનો નવી પ્રિન્‍ટ સાથેના જથ્‍થો આવતા પુસ્‍તક બજારમાં પુસ્‍તકો મળતા થઈ જશે. પ્રાપ્ત થતી માહીતી મુજબ, રાજયની પ્રાથમિકથી લઈને ઉચ્‍ચતર માધ્‍યમિક શાળાઓમાં ૧૦મી જૂનથી નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. શાળાઓને પ્રારંભ થવા માટે હજુ બે મહિનાની વાર છે. પરંતુ અત્‍યારથી વાલીઓ નોટબુક્‍સ-પુસ્‍તકો ખરીદવા માટે નોટબુક્‍સ-પુસ્‍તક બજારમાં લટાર મારવા લાગ્‍યા છે. જો કે હાલમાં હજુ વિદ્યાર્થી અને વાલીઓની ભીડ જામી નથી. પુસ્‍તક બજારમાં હાલમાં ધોરણ ૬ થી ૧૨નાં પુસ્‍તકોનો પૂરતો જથ્‍થો છે.
પુસ્‍તકોની કિંમતમાં ૧૦ થી ૧૫ ટકા વધારો હશે
પરંતુ ૨૫મી મે બાદ ધોરણ ૧ થી ૧૨નાં ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા પુસ્‍તકો બજારમાં મૂકાશે. એમાંય ધોરણ ૧ થી ૫ અંગ્રેજી માધ્‍યમનાં પુસ્‍તકોમાં કોર્સ બદલાયો હોવાથી નવા અભ્‍યાસક્રમવાળા પુસ્‍તકો બજારમાં આવશે. પુસ્‍તકોની કિંમતમાં ૧૦ થી ૧૫ ટકા વધારો હશે. ગત વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષે પાઠય પુસ્‍તકો તથા નોટબુક્‍સના ભાવોમાં તોંતિંગ વધારો હોવાથી વાલીઓએ ધણી રાહત અનુભવી છે. આ અંગે પુસ્‍ત વિક્રેતાઓએ જણાવ્‍યું હતું કે નવો સ્‍ટોક ૨૫મી મે બાદ પાઠય પુસ્‍તક મંડળ અમને આપશે તે પછી અમે વિક્રેતા-વેપારીઓને સ્‍ટોક આપી શકીશું. નવા સત્ર માટે ૪ કરોડનાં ધોરણ ૧ થી ૧૨નાં નવી પ્રિન્‍ટ સાથેના પુસ્‍તકો બજારમાં મૂકાશે. જેમાં ધોરણ ૧ થી ૫ના અંગ્રેજી માધ્‍યમનો કોર્સ બદલાતો હોવાથી તેના નવા પુસ્‍તકો આવશે.
સંદર્ભ :  ક્લિક કરો