સરકારે શાળામાં વર્ગો વધારવા અરજીઓ મંગાવી.

         ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવી શાળાઓ ખોલવાની અરજીઓના નિકાલ બાદ હવે ચાલુ શાળાઓમાં વર્ગો વધારવાની અરજીઓના નિકાલની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જે મુજબ આગામી જૂન-૨૦૧૫થી શરૂ થતા નવા શૈક્ષણીક સત્રમાં નોન ગ્રાન્‍ટેડ માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓમાં વર્ગ વધારવાની અરજીઓ મંગાવવામાં આવી છે.

બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન એપ્‍લીકેશન ફોર્મ ભરવાનું રહેશે      
  જેમાં શાળા સંચાલકો ૨૦ જુલાઈ ૨૦૧૫ સુધી વર્ગ વધારો માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવી છે. વર્ગ વધારા માટે અરજી કરવા માંગવી શાળાઓના સંચાલકોએ શિક્ષણ બોર્ડની વેબસાઈટ પર ઓનલાઈન એપ્‍લીકેશન ફોર્મ ભરવાનું રહેશે આ સાથે એફિડેવીટનો નમૂનો અને જરૂરી સુચનાઓ પણ વેબસાઈટ ઉપર મૂકવામાં આવી છે. આ સુચનાઓ કાળજીપૂર્વક અભ્‍યાસ કરીને શાળા સંચાલકોએ અરજી ફોર્મ ભરવાનું રહેશે.
૨૦ જુલાઈ બાદ આવેલી અરજીઓને ધ્‍યાનમાં લેવામાં આવશે નહી

        ઓનલાઈન અરજી નંબરની સાથેની નકલ, અસલ એફિડેવીટ નોટારાઈઝડ કરેલી તેમજ વધારાના વર્ગ દીઠ ફી લેખે રૂપિયા ૧૫,૦૦૦નો તેમજ હાલના ચાલુ ધોરણનો ઉપરનો ક્રમિક વર્ગની ફી રૂપિયા ૧૨,૦૦૦નો ડીમાન્‍ટ ડ્રાફટ સચિવ, ગુજરાત માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરનાંના નામે મોકલવાનો રહેશે. ડીમાન્‍ડ ડ્રાફટની શાળાનું નામ, સરનામું, જરૂરી ફોરવડીંગ પત્ર સાથે બોર્ડની કચેરીને મળે તે રીતે રજૂ કરવાનું રહેશે. ૨૦ જુલાઈ બાદ આવેલી અરજીઓને ધ્‍યાનમાં લેવામાં આવશે નહી. ઉલ્લેખનીય છે કે, શાળાઓમાં વર્ગ વધારાની અરજીઓ ઉપર બોર્ડ દ્વારા આગામી મહીનાથી વિચારણા હાથ ધરવામાં આવશે.