”Ok Google” બોલતા જ અનલોક થઇ જશે તમારો સ્માર્ટફોન

ગૂગલ પોતાના યુઝર્સ માટે એક સ્માર્ટ લોક લઈને આવ્યું છે જેને કામમાં લીધા બાદ તમારે પેટર્ન અથવા પાસવર્ડવાળા લોક લગાવવાની જરૂર નહિ પડે. જો તમારી પાસે એન્ડ્રોઇડ લોલીપોપવાળો સ્માર્ટફોન કે ટેબલેટ છે તો હવે તે ‘Ok Google’ કહેતા જ અનલોક થઇ જશે. ગુગલે પોતાના ટ્રસ્ટેડ વોઈસ સ્માર્ટ લોક ફીચર, લોલીપોપ, ઓએસવાળા ગેજેટ્સ માટે બહાર પાડી દીધા છે.
Ok Google speaking will be unlocked Your smartphone1 

યુઝરે ફક્ત ”Ok Google” બોલવાનું જ રહેશે
એન્ડ્રોઇડ લોલીપોપ ઓએસવાળા ગેજેટ્સમાં ગૂગલનું ટ્રસ્ટેડ વોઈસ લોક ફોનની સેટિંગમાં આપવામાં આવ્યું છે. અહિયાંથી આને ઓન કર્યા બાદ આ ફીચર કામ કરવા લાગી જશે. આ લોકને લગાવવા માટે યુઝરે પોતાની અવાજમાં Ok Google બોલવું પડે છે જેને આ લોક ઓળખાણ પોતાની પાસે સેવ કરી લે છે. આ પછી ફોનને અનલોક કરવા માટે યુઝરે Ok Google કહેવાનું હોય છે, અવાજને ઓળખતા જ ફોન અનલોક થઇ જાય છે.
Ok Google speaking will be unlocked Your smartphone2 

Ok Google ની ખામીઓ :
જો કે, ગુગલનું આ લોક ફીચર ઘણું આકર્ષક અને સુવિધાજનક પણ છે પરંતુ આમાં ઘણી ખામીઓ પણ છે જેને ગુગલે પોતે સ્વીકારી અને જણાવી છે. આ ફીચર યુઝરના વોઈસને ઓળખીને કામ કરે છે આ જ તેની મોટી ખામી છે. કારણ કે, કોઈ બીજી વ્યક્તિ જેનો અવાજ યુઝરને મળતો આવે છે તે પણ ફોનને અનલોક કરી શકે છે. આ સિવાય કોઈ વ્યક્તિ યુઝરના અવાજને રેકોર્ડ કરીને પણ ફોનને સંભળાવીને અનલોક કરી શકે છે.

સંદર્ભ :  ક્લિક કરો