રાઈટ ટુ એજ્યુકેશન એક્ટનો અમલ શક્ય નથી : રમણ વોરા
કેન્દ્ર સરકારે આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓને શિક્ષણ મળી રહે તે માટે લાગુ કરેલા ફરજિયાત શિક્ષણ (રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ)ના અમલમાં અનેક વ્યવહારિક અડચણો હોવાથી તેનો વાસ્તવિક અમલ શક્ય નથી એવો અભિપ્રાય રાજ્યના શિક્ષણપ્રધાન રમણ વોરાએ કેન્દ્રીય માનવસંસાધન વિકાસ પ્રધાન કપિલ સિબ્બલ સમક્ષ વ્યક્ત કર્યો છે. કેન્દ્ર સરકારના આરટીઈ એક્ટમાં વિદ્યાર્થીદીઠ થનારા ખર્ચમાં કેન્દ્ર અને રાજ્ય સરકારના હિસ્સા ઉપરાંત આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓ અંગેનાં જુદાં જુદાં ધોરણો, ક્રીમિલેયર સહિતની કોઈ સ્પષ્ટ માર્ગદર્શિકા ન હોવાથી આ એક્ટનું ભાવિ અધ્ધરતાલ દેખાઈ રહ્યું છે.
આ અંગે શિક્ષણપ્રધાને જણાવ્યું કે, કેન્દ્ર સરકારે આ કાયદો તાળીઓ પાડવા માટે બનાવ્યો હોય તેવો લાગે છે, કારણ કે આ એક્ટના વાસ્તવિક અમલ વખતની સમસ્યાઓ અંગે કોઈ સ્પષ્ટતા કે માર્ગદર્શિકા નથી. તેમણે કહ્યું કે, એક્ટ બનાવીને ૨પ ટકા ગરીબ વિદ્યાર્થીઓને ખાનગી-ગ્રાન્ટેડ શાળાઓમાં પ્રવેશ આપવાની જાહેરાત કરાઈ છે, પરંતુ બાળકને પ્રવેશ આપતી વખતે આર્થિક રીતે નબળા વર્ગની શહેરી-ગ્રામ્ય અને જુદી જુદી કેટેગરીમાંથી કોનો સમાવેશ કરવો? ક્રિમીલેયરનાં ધોરણો ધ્યાનમાં રાખવાં પડે.
એટલું જ નહીં વિદ્યાર્થીના ગણવેશ, ટ્રાન્સપોર્ટેશન જેવા ખર્ચ સહિતના અનેક પ્રશ્નો અનુત્તર રહે છે. તેમણે જણાવ્યું કે, એકવાર પ્રવેશ આપ્યા પછી પણ પ્રતિષ્ઠિત શાળાનાં અન્ય બાળકો સાથે આ બાળકો લઘુતાગ્રંથિથી પીડાયા વિના અભ્યાસ કરી શકે કે કેમ? તે જોવું પણ અગત્યનું બની જાય છે. શિક્ષણપ્રધાને કહ્યું કે, કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ પ્રધાન સાથેની બેઠકમાં ગુજરાત સહિતનાં અન્ય રાજ્યોએ આ પ્રકારની વ્યવહારુ મુશ્કેલીઓ અંગે રજૂઆત કરી છે. બે વર્ષ થયા છતાં હજુ સુધી કેન્દ્રીય મંત્રાલય દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી નથી.
અમલ આડેનાં અવરોધક કારણો
ખાનગી શાળાઓમાં ધનીક બાળકો સાથે ભણતી વખતે ગરીબ વિદ્યાર્થીની માનસિકતા અને આર્થિક અસમાનતાનો સતત અહેસાસ ન થાય તેનો ઉકેલ શું ?
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
Welcome