Tech Education
જ્યારે વ્યક્તિની ઇચ્છા કે અપેક્ષા પરિપૂર્ણ ન થાય ત્યારે ઉદભવતી જડ પ્રતિક્રિયાને ''ગુસ્સા તરીકે ઓળખવામાં આવે છે. આ એક શીખેલી પ્રતિક્રિયા છે જેમાં વ્યક્તિની વર્તણૂક એના કાબૂ બહાર જતી રહે છે. જે વ્યક્તિની વર્તણૂક વ્યક્તિના પોતાના નિયંત્રણમાં નથી હોતી એ વ્યક્તિ ''ગાંડો કહેવાય છે. ''ગુસ્સો એ ટેમ્પરરી (ટૂંકા સમયનું) ગાંડપણ છે એવું કહી શકાય. તમારી ઇચ્છા વિરુધ્ધની કોઇ પણ ઘટના તમને ગુસ્સો કરાવી શકે.
ગુસ્સાને કારણે શરીરને પુષ્કળ નુકસાન થાય છે. હાઇબ્લડપ્રેશર, પેટનું અલ્સર(ચાંદુ), અનિદ્રા, થાક, હ્રદયરોગ વગેરે અનેક બીમારીઓ ગુસ્સાના કારણે થાય છે. ગુસ્સાના કારણે પ્રેમભર્યા સંબંધો તૂટે છે; વાતચીત અને વિચારોના આદાનપ્રદાનમાં મુશ્કેલી ઊભી થાય છે; પસ્તાવા અને હતાશાની લાગણી ઉભી થાય છે અને દરેક કામમાં અડચણ ઉભી થાય છે. 

No comments:

Post a Comment

Welcome