ઓલ ઇન્ડિયા એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એકઝામ (એઆઇઇઇઇ)ની પરીક્ષામાં ગતવર્ષે થયેલી પેપર લીકની ઘટના બાદ ચાલુ વર્ષે તેનું પુનરાવર્તન ન થાય તે માટે સીબીએસઇ બોર્ડ દ્વારા પરીક્ષાના દિવસે સવારે જ સેન્ટરો પર પેપર મોકલવાનું નક્કી કર્યું છે.
ગતવર્ષે એઆઇઇઇઇની પરીક્ષા વખતે પેપર લીકની ઘટના બની હતી. જેના પગલે કેટલાક સેન્ટરો પર પુન: પરીક્ષા યોજવાની ફરજ પડી હતી. અમદાવાદમાં પણ એક સેન્ટર પર પુન: પરીક્ષા યોજાઇ હતી. જોકે આ વખતે પેપર લીકની ઘટના ન બને તે માટે સીબીએસઇ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. હવે બોર્ડ દ્વારા પરીક્ષા હોય તે દિવસે સવારે જ સેન્ટરો પર પેપર મોકલવામાં આવશે. જેથી પેપર લીકની ઘટના અટકાવી શકાય.
No comments:
Post a Comment
Welcome