રાષ્ટ્રિય શાયરનું બોટાદમાં કોઈ સ્મારક જ નથી

રાષ્ટ્રિય શાયરનું બોટાદમાં કોઈ સ્મારક જ નથી
- બોટાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી

- કાયમી સ્મારક બનાવવા ચાહકોની માંગણી

                રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી જીવનના મોટાભાગના વરસો બોટાદમાં રહ્યા હોય અને બોટાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી ત્યારે બોટાદમાં ઝવેરચંદ મેઘાણીનું કાયમી સ્મારક બનાવવાની માંગણી સાહિત્ય પ્રેમીઓમાંથી ઉઠવા પામી હતી. મુખ્યમંત્રી મે માસમા ંજયારે બોટાદ આવવાના છે ત્યારે આ અંગેની રજૂઆત પણ કરવાાં આવશે તેવું જાણવા મળ્યું હતું. મેઘાણીએ જિંદગીના છેલ્લા શ્વાસ પણ બોટાદમાં લીધા હતા.

ભારતનું ગૌરવ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનો જન્મ કંકુવરણી ભોમકા દેવકા પંચાળમાં મા ચામુંડાના ધામ ચોટીલામાં થયેલ. તેથી મેઘાણીજીના જન્મ સ્થળે ગુજરાત સરકાર એક ભવ્ય સ્મારક બનાવી રહ્યા છે. તેવી જ રીતે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડમાં જે ગામ-શહેરમાં મેઘાણીજીની જે તે રીતે સ્મૃતિ જોડાયેલ હોય તે દરેક ગામ અને શહેરમાં મેઘાણીજીનું સ્મારક બનાવવું જોઈએ અને મેઘાણીજીનું એક અગત્યનું સ્થાન બોટાદ હોય કારણ કે, મેઘાણીજી તેમના જીવનકાળ દરમિયાન વધારેમાં વધારે વર્ષો બોટાદમાં રહી અમુલ્ય લોકસાહિત્યનું સર્જન કરી પ્રજા સમક્ષ મુકેલ.

મેઘાણીજીએ બોટાદને કર્મભૂમિ બનાવી બોટાદથી રાણપુર દરરોજ ટ્રેન દ્વારા અપડાઉન કરતા અને રાણપુરમાં ફુલછાબ પ્રેસનું તંત્રીપદ સંભાળતા. મેઘાણીજીની અનેક અમુલ્ય સ્મૃતિઓ અને તેમનો સુવર્ણ ઇતિહાસ આ બોટાદની પવિત્ર ધરતીમાં ધરબાયેલ છે. અને તેમનું અવસાન પણ ૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદમાં થયેલ. તેથી મેઘાણીજીની કર્મ અને નિર્વાણભૂમિ બોટાદમાં પણ મેઘાણીજીનું એક ભવ્ય સ્મારક ગુજરાત સરકાર બનાવે જેથી કરી ઉગતી પેઢી મેઘાણીજીના જીવન વિશે જાણે અને માણે. ગુજરાત સરકાર દ્વારા વર્ષે મેઘાણીજીની જન્મ જયંતિ ૨૮ ઓગસ્ટના રોજ ચોટીલામાં ઉજવે અને મેઘાણીજીનો નિર્વાણદિન (પુણ્યતિથિ) ૯ માર્ચનાં રોજ બોટાદમાં કાયમી ધોરણે ઉજવે તેવી ઠોસ કાર્યવાહી કરવી તેવી બોટાદ શહેર-તાલુકામાં વસતા મેઘાણી ચાહકોએ માંગ કરી હતી.

આ માટે અનેકવાર લેખીત મૌખિક રજુઆતો પણ કરવામાં આવેલ છે. સરકાર જેમ બને તેમ વહેલાસર બોટાદમાં મેઘાણીજીના સ્મારક બનાવવા માટે નક્કરપગલાલઈ મેઘાણી ચાહકોને ન્યાય અપાવે, બોટાદમાં વર્ષોથી મેઘાણીજીની જન્મ જયંતિ અને પુણ્યતિથિ બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ મેઘાણી ચાહક સામતભાઈ જેબલીયા ઉજવી રહ્યા છે. બોટાદ શહેર-તાલુકામાં વસતા મેઘાણી ચાહકોની યોગ્ય માંગને ધ્યાને લઈ છેલ્લા બે વર્ષથી સરકાર અને બોટાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મેઘાણીજીની પુણ્યતિથી મેઘાણી વંદના ઉજવાય છે. અને ગુજરાતનાં ખ્યાતનામ કલાકારો દ્વારા મેઘાણીજી રચિત લોકસાહિત્ય, લોકવાર્તાઓ અને ભજન સંધ્યાના કાર્યક્રમો યોજાય છે. મેઘાણી ચાહકો આનો લાભ મેળવે છે.

બોટાદમાં મેઘાણીજીનું સ્મારક બને તે માટે બોટાદ શહેર-તાલુકા કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ રાજ્યકક્ષાના સહકાર અને યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ એક પત્ર લખી રૃબરૃમાં યોગ્ય રજુઆત પણ કરવામાં આવેલ કે સરકારનાં લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કરે તેવી માંગ કરી હતી.

No comments:

Post a Comment

Welcome