ડિગ્રી ઇજનેરી કોલેજોમાં ૮૫૦૪ બેઠકો ખાલી છતાં ૮ હજાર બેઠકોનો વધારો

AICTEએ જુદી જુદી કોલેજોની દરખાસ્તને મંજુરી આપતાં

પરીક્ષા પછી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે જેઇઇ લેવાનું નક્કી કરાયું


     ગુજરાતમાં હાલ ધો.૧૨ સાયન્સની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા પછી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે જેઇઇ લેવાનું નક્કી કરાયું છે.બીજીબાજુ પ્રવેશ કાર્યવાહી શરૃ થાય તે પહેલા જ જુદી જુદી કોલેજોએ બેઠક વધારાની કરેલી દરખાસ્તને મંજુરી આપી દેવામા અંદાજે ૮ હજાર જેટલી બેઠકોનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે ૮૫૦૪ જેટલી બેઠકો ખાલી પડી હતી. બેઠકો વધવાના કારણે હવે ચાલુ વર્ષે પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરી દેવામાં આવે તો પણ ૮ થી ૧૦ હજાર જેટલી બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ચાલુ વર્ષે એ ગુ્રપમાં પાસ થનારા તમામને પ્રવેશ મળે તો પણ ૧૦ હજારથી વધુ બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ
પ્રાપ્ત વિગતો અનુસાર ડિગ્રી એન્જિનીયરિંગની હાલ ૧૧૧ કોલેજો અસ્તિત્વમાં છે. જેમાં ૯૨ સ્વનિર્ભર કોલેજો છે.આ કોલેજો પૈકી ૮૦ જેટલી કોલેજોએ જુદી જુદી બ્રાન્ચોમાં બેઠક વધારા માટે એઆઇસીટીઇ સમક્ષ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને કાઉન્સિલ દ્વારા આખરી મંજુરી આપી દેવામાં આવી છે. જુદી જુદી કોલેજોમાં ૬૦ થી લઇને ૨૦૦ જેટલી બેઠકોનો વધારો થતાં તમામ કોલેજોની મળીને અંદાજે ૮ હજાર બેઠકો વધી છે. ગતવર્ષે ડિગ્રી ઇજનેરીની ઉપલબ્ધ કુલ ૫૫૭૨૬ બેઠકો પૈકી ૪૭૨૨૨ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
એટલે કે ગતવર્ષે ૮૫૦૪ જેટલી બેઠકો ખાલી પડી હતી. તેમાં ચાલુ વર્ષે ૮ હજાર જેટલી બેઠકોનો વધારો થયો છે. ચાલુ વર્ષે ધો.૧૨ સાયન્સમાં એ ગુ્રપમાં ૭૮૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પૈકી ૭૦ કે ૮૦ ટકા પરિણામ આવે અને પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવે તો પણ ૧૦ હજાર ઉપરાંત બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સૂત્રો કહે છે ડિગ્રી એન્જિનીયરિંગમાં ધીમે ધીમે ખાલી બેઠકોની સંખ્યા દરવર્ષે વધી રહી છે. જેના કારણે ખાલી પડનારી બેઠકોની સંખ્યાનો આંકડો પર વધતો રહેશે.                                                                               સંકલન:-ગુજરાત સમાચારમાંથી