વોટ્સઅપ

વોટ્સઅપ જે લોકો મોબાઈલ થી ઇન્ટરનેટ કે ફેસબુક ઉપયોગ કરતાં હોય છે તેઓ આસાનીથી મોબાઈલ માં ડાઉનલોડ કરી સકે છે 


કોઈ આઈ ડી કે પાસવર્ડ કે મેઇલ એડ્રેસ આપવું કે બનાવું નથી પડતું ...


જે ફોન માં તમારા કોન્ટેક લિસ્ટ હસે તે આપોઆપ વોટ્સઅપ માં તબદીલ થઈ જસે .. અને જે લોકો વોટ્સઅપ ઉપયોગ કરતાં હશે તેઆપોઆપ ફ્રેન્ડ લિસ્ટ માં દાખલ થઈ જશે ... જેને લિસ્ટ માં થી કેન્સલ કરવા હોય તો એપણ એમાં ઓપ્શન છે જ ,,,,


વોટ્સઅપ માં આપણે જે રીતે ટેક્સ મેસેજ મોકલીએ છીએ એજ રીતે એમાં થી ડાયરેક્ટ ફોટો/વિડીયો અથવા મોબાઈલ ની મેમરી કાર્ડ માં સ્ટોર કરેલા ફોટો/વિડીયો ઓડિયો લોકેશન અને ફાઇલ પણ મોકલી શકાય છે જેમ કે દાખલા તરીકે .... મારો દોસ્ત એક મોલ કે દુકાન માં મારા મનગમતા શૂઝ જોવે છે તો એ ત્યાં થી ફક્ત એક ક્લિક કરી ને બે સેકન્ડ માં એ ફોટો મારા મોબાઈલ માં મોકલી શકે છે ... એવિ જ રીતે ફોટો વિડીયો નો કોઈ એક્સ્ટ્રા ચાર્જ લાગતો નથી ...


વધી ને 12 એમબી સુધી નો વિડીયો કે ફાઇલ મોકલી શકાય છે,,,

રેગ્યુલર 2 જી ડેટા પ્લાન ઉપયોગ કરનાર મોબાઈલ ધારક ને સોશ્યલ સાઇટ કે રૂટિન સાઇટ માં વિડીયો ઓપન કરવા માં બહુવાર લાગે છે પણ વોટ્સઅપ માં કોઈ પણ વિડિયો બહુ જલ્દી ઓપન પણ થઈ જસે ને મેમરી કાર્ડ માં સ્ટોર પણ થસે ને તે બીજા દોસ્ત ને તાત્કાલિક ફોરવર્ડ પણ કરી શકાશે ... એ પણ ફૂલ સ્પીડે .....

એક બીજા ને મળવા માંગતા દોસ્તો લોકેશન શેર કરી સકશે, જેથી ટ્રાફિક માં કે અજાણી જગ્યા રોકવા કે પૂછવા ની બહુ નિશ્બ્ત નહીં આવે,,, પરફેક્ટ લોકેશન મળશે,,

અનલિમિટેડ મેસેજ કરી શકાય છે મેસેજ સાઇઝ પણ 6000 અક્ષર ની રાખી શકાય છે,,

ગ્રૂપ બનાવી શકાય છે ....

કમ્ન્યુનિકેસન બહુ ફાસ્ટ બની જસે ....

24 કલાક ઓટોમેટિક ઓનલાઇન રહી શકાય છે, એપ ને ઓપન કરવા ની કોઈ જરૂર રહેતી નથી કે ક્લોસ કરવા ની જરૂર રહેતી નથી ... જેમ મેસેજ આવે એમ જ વિડીયો /ફોટો /ઓડિયો/ફાઇલ /લોકેસન આવે છે,,

આ એપ થી ધંધા રોજગાર નો ફેલાવો કરી શકાય છે,, પ્રોડક્ટ ની ત્વરિત જાણકારી અને માહિતી આપી શકાય છે ને મેળવી પણ શકાય છે,,, પત્રકાર /ચિત્રકાર કે મીડિયા ક્ષેત્રે આનો બહોળો ફાયદો છે,,

લૉગિન ની કોઈ કડાકૂટ નથી ,,, ઇન્સ્ટોલ કરો અને ઉપયોગ કરો .....