ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું

ભાવિ સ્ટુડન્ટસના ટેબ્લેટ Vs શિક્ષકનું કાળુ પાટીયું
- આગામી પાંચ જ વર્ષમાં શિક્ષણ ક્ષેત્રે પ્રવેશતા હાઈટેક ટેબ્લેટ અને ભાર વગરનું ભણતર કોમ્પ્યુટર નોલેજ વગરના શિક્ષકોનો ભાર વધારી દેશે.
 
              એક શોપમાં પોતાના પેરન્ટસ સાથે આવેલા બાળકે ટેબ્લેટ લેવા માટે જીદ કરી પણ બાળકની આ જીદ પુરી ન થઇ, થોડા દિવસ બાદ એ જ પેરેન્ટ્સે બાળકને લઇને શોપ પર આવ્યા અને કહે છે એક સારી કંપનીનું ટેબ્લેટ બતાવો, પાસે ઉભેલા એક વ્યક્તિએ પેરેન્ટ્સને કહ્યું બે દિવસ પહેલા જ્યારે આ બાળક ટેબ્લેટ લેવા માટે જીદ કરતું હતું ત્યારે કેમ ટેબ્લેટ ન ખરીદ્યું, પેરેન્ટ્સે હળવેથી જવાબ આપતા કહ્યું હવે તો દરેક સ્કૂલોમાં બાળકોને દફતરને બદલે કદાચ ટેબ્લેટ આવશે એટલા માટે ટેબ્લેટ ખરીદવું જરૃરી થઇ પડયું છે. પેનની જગ્યા માઉસ અને કાગળની જગ્યા હાર્ડ ડિસ્ક કે પેન ડ્રાઈવ લઈને બેઠા છે ત્યારે આગામી ટેબ્લેટ આધારીત શિક્ષણ કેવું હશે અને બાળકોના ફાસ્ટ વિકાસ સામે શાળાના શિક્ષકો હાથમાં ચોક લઈને સામી લડત આપી શકશે કે કેમ?
જો કે આપણાં શિક્ષકોની કોમ્પ્યુટરની યોગ્યતા વિશે ડીઈઓ ઓફિસમાં કેટલાંક પ્રશ્નો પૂછવામાં આવ્યા ત્યારે જાણવા મળ્યું કે શહેરમાં માત્ર ૨૫ ટકા શિક્ષકોમાં સારી રીતે કોમ્પ્યુટર ઓપરેટ કરી શકે છે. જે ઇન્ટરનેટ કોમ્યુનિકેશન કરી શકે છે.૨૫ ટકા શિક્ષકો માત્ર કોમ્પ્યુટર ઓન-ઓફ કરી શકે છે. ૫૦ ટકા શિક્ષકોમાં કોમ્પ્યુટરનું નોલેજ જોવા મળતું નથી.
આ અંગે શિક્ષણ અધિકારી આર.આઈ.પટેલ કહે છે કે શહેરમાં કુલ ૯૦૪ માધ્યમિક સ્કુલો છે. જેમાં ૩૭૦ ગ્રાન્ટેડ સ્કૂલો છે અને ૫૩૪ નોન ગ્રાન્ટેડ સ્કૂલો છે. આ સ્કૂલોમાં કેટલા શિક્ષકો છે એ મને ખબર નથી.કોમ્પ્યુટર તાલીમની વાત કરીએ તો શિક્ષકો પાસે કોમ્પ્યુટર તાલીમનું સર્ટીફિકેટ હોય છે. આ સર્ટીફિકેટનો ઉપયોગ ઉચ્ચ પગાર ધોરણના પુરાવા માટે થતા હોય છે. શહેરમાં કેટલા શિક્ષકોને કોમ્પ્યુટર ઓપરેટ કરતા આવડે છે એ કહેવુ માહિતી આપી ન શકાય એવા કોઇ ડેટા અમારી પાસે નથી.
આ અંગે આંબેડકર ઓપન યુનિવર્સિટીના એક અધિકારી કહે છે કે હવે તો દરેક શિક્ષકને સી.સી.સી કોમ્પ્યુટર એક્ઝામ પાસ કરવી જરૃરી થઇ પડયું છે કારણ કે આ પરીક્ષા પાસ કરવાથી શિક્ષકને ઉચ્ચપગાર ધોરણ પ્રાપ્ત થાય છે. એ વાત સાચી છે કે આ સર્ટીફિકેટ મેળવવા માટે શિક્ષકો સારા એવા પૈસા ખર્ચતા હોય છે. અમારે ત્યાં તાલીમ માટે આવતા શિક્ષકો પ્રેક્ટિકલમાં વધારે નાપાસ થતા હોય છે. કારણ કે આ શિક્ષકોને કોમ્પ્યુટર ઓન-ઓફ કરતા જ અચકાય છે. કારણ કે સ્કુલમાં ક્યારેય કોમ્પ્યુટર ઓપરેટ કરવાની જરૃર નથી પડતી, શિક્ષકો ગ્રામિણ ક્ષેત્રમાં જઇને સી.સી.સીની પરીક્ષા પાસ કરતા હોય છે ત્યાં આ પરીક્ષામાં બહું જ ગેરરીતિ ચાલતી હોય છે.
આ અંગે કદર્પ જોષી કહે છે કે આવનાર કેટલાક વર્ષોમાં દરેક બાળકના હાથમાં ટેબ્લેટ જોવા મળશે, સ્કુલમાં તમામ એજ્યુકેશન ઓનલાઇન થઇ જશે. બાળકોને શિક્ષણ આપવા માટે ટેકનોલોજી સાથે તાલ મિલાવવો પડશે. સોશિયલ નેટવર્કિંગના સારી અને નરસી તમામ બાબતોની પર નજર રાખવી પડશે. હાલ શહેરમાં પચાસ ટકા શિક્ષકોને કોમ્ય્પુટર ઓપરેટ કરતા પણ નથી આવડતુ. ૨૫ ટકા એવા વિદ્યાર્થીઓ હશે જે કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોય અને તેમનું ઈમેલ આઇડી હોય.
અન્ય કેટલાક ફેરફારો

   પુસ્તકોના સ્થાને પ્રોગ્રામ અપલોડ થશે.
   સોશિયલ હેન્કરની સંખ્યામાં વધારો થશે.
  સોશિયલ લાઇફ ઓછી થશે.
  એજ્યુકેશનની જાહેરાતોમાં ફેરફાર થશે.
  સોશિયલ નેટવર્કીંગ સાઇટમાં ગુજરાતના લાખો બાળકો પણ જોડાશે.
  શિક્ષકોએ શું ફેરફાર કરવા પડશે?
 શિક્ષકે બોલપેન અને પુસ્તકને ત્યાગીને ટેબ્લેટ અપનાવવું પડશે.
 શિક્ષકોને કોમ્પ્યુટરની તમામ માહિતી ધરાવવી પડશે.
 ટેકનોલોજી નોલેજ પ્રત્યે સજાક રહેવું પડશે.
 હેકીંગ વિશે માહિતી મેળવવી પડશે.
 સોશિયલ નેટવર્કીંગનો વધુ ઉપયોગ કરવો પડશે.
 શિક્ષકોએ પોતાની વેબસાઇટ કે બ્લોગ બનાવવા પડશે.
 જોબનો ફીક્સ સમય નહી હોય.
પેરેન્ટ્સે શું ધ્યાન રાખવું પડશે ?
 દરેક માતા-પિતાએ ફરજિયાત કોમ્પ્યુટરનું નોલેજ લેવું પડશે.
 રોજ પોતાના બાળકના ટેબ્લેટ ચેક કરવા પડશે.
 પેરેન્ટ્સે પોતાના બાળકો પર ધ્યાન રાખવા માટે સોશિયલ હેન્કરનો સહારો લેવો પડશે.
 ટયૂશનનો ખર્ચને બદલે પ્રોગ્રામ અપલોડનો ખર્ચ વધી જશે.
 ઝેરોક્ષનો ખર્ચ કરવો નહી પડે..
 બાળકોની ચાલ ચલગત સરળતાથી નહીં જાણી શકાય તે માટે હેકર્સની મદદ લેવી પડશે. સાઈબર લોની જાણકારી રાખવી પડશે
 એજ્યુકેશન સિસ્ટમમાં ટેબ્લેટ આવવાથી ક્યાં ફેરફાર થશે.
 દફતરનો બોજ દૂર થશે.
 કાગળનો વપરાશ ઓછો થશે.
 બાળકોનું અંકગણિત કાચું થશે.
 શિક્ષણ માત્ર વર્ગખંડ સુધી સીમિત નહી રહે.
 શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેનું અંતર ઘટી જશે.
 વિદ્યાર્થી કોઇ પણ સ્થળે રહીને ટીચર સાથે કોમ્યુનિકેશન કરી શકશે.
 બાળક સોન્ગની જેમ પ્રશ્નો હેડફોનમાં સાંભળીને તૈયારી કરશે.
 બાળકની ભાષામાં ફેરફાર જોવા મળશે.
 ટેકનિકલ લેગ્વેજનો ઉપયોગ વધશે.
 બાળકોના આંખના નંબર વધશે.
 સ્કુલ અને વિદ્યાર્થી તથા વાલી વચ્ચેનો દરેક વ્યવહાર એસ.એમ.એસથી થશે.
 બાળકો અને વાલી વચ્ચેનું અંતર વધશે.
 સોફ્ટવેરની બોલબાલા રહેશે.
 વર્ષ દરમિયાન હજારો ટેબ્લેટ ભંગારમાં ઢગલા જોવા મળશે.
 ઓબ્જેક્ટિવ એક્ઝામ સિસ્ટમ જોવા મળશે.
 ઓડીયો-વિઝ્યુઅલ એજ્યુકેશન પાવરફુલ હશે.
 બાળકોમાં શારીરિક કસરત ઓછી થઇ જશે.
 સાઇબર ક્રાઇમમાં વધારો થશે.
 બાળક ઘરે રહીને ક્લાસ એટેન કરી શકશે.