ગેજેટ ડેસ્કઃ દુનિયાની સૌથી પોપ્યુલર સોશ્યલ મેસેજિંગ એપ વોસ્ટએપ ફરી એક વખત પોતાના વોઇસ કોલિંગ ફિચર ને લઇને ચર્ચામાં છે. તાજેતરમાં જ કંપનીએ પોતાનુ વોઇસ કોલિંગ ફિચર લોન્ચ કર્યુ છે જો કે તેમાં યુઝર્સનો ઓટલા બધો સારો પ્રતિસાદ નથી મળ્યો. પરંતુ ફરી એક વખત કંપનીએ વોઇસ કોલિંગ વાયા સ્કાઇપ અને વોટ્સએપ ટ્રાઇવિંગ મોડ ફિચરને લઇને ચર્ચામાં છે. મળતા સમાચારો પ્રમાણે વોટ્સએપ આગામી થોડાકજ સમયમાં એક નવુ ફિચર લોન્ચ કરવા જઇ રહ્યુ છે. વોટ્સએપના આ ફિચરનુ નામ 'ટ્રાઇવિંગ મોડ' હશે.