રાષ્ટ્રિય શાયરનું બોટાદમાં કોઈ સ્મારક જ નથી

રાષ્ટ્રિય શાયરનું બોટાદમાં કોઈ સ્મારક જ નથી
- બોટાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી

- કાયમી સ્મારક બનાવવા ચાહકોની માંગણી

                રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણી જીવનના મોટાભાગના વરસો બોટાદમાં રહ્યા હોય અને બોટાદને પોતાની કર્મભૂમિ બનાવી હતી ત્યારે બોટાદમાં ઝવેરચંદ મેઘાણીનું કાયમી સ્મારક બનાવવાની માંગણી સાહિત્ય પ્રેમીઓમાંથી ઉઠવા પામી હતી. મુખ્યમંત્રી મે માસમા ંજયારે બોટાદ આવવાના છે ત્યારે આ અંગેની રજૂઆત પણ કરવાાં આવશે તેવું જાણવા મળ્યું હતું. મેઘાણીએ જિંદગીના છેલ્લા શ્વાસ પણ બોટાદમાં લીધા હતા.

ભારતનું ગૌરવ એવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીનો જન્મ કંકુવરણી ભોમકા દેવકા પંચાળમાં મા ચામુંડાના ધામ ચોટીલામાં થયેલ. તેથી મેઘાણીજીના જન્મ સ્થળે ગુજરાત સરકાર એક ભવ્ય સ્મારક બનાવી રહ્યા છે. તેવી જ રીતે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, કાઠીયાવાડમાં જે ગામ-શહેરમાં મેઘાણીજીની જે તે રીતે સ્મૃતિ જોડાયેલ હોય તે દરેક ગામ અને શહેરમાં મેઘાણીજીનું સ્મારક બનાવવું જોઈએ અને મેઘાણીજીનું એક અગત્યનું સ્થાન બોટાદ હોય કારણ કે, મેઘાણીજી તેમના જીવનકાળ દરમિયાન વધારેમાં વધારે વર્ષો બોટાદમાં રહી અમુલ્ય લોકસાહિત્યનું સર્જન કરી પ્રજા સમક્ષ મુકેલ.

મેઘાણીજીએ બોટાદને કર્મભૂમિ બનાવી બોટાદથી રાણપુર દરરોજ ટ્રેન દ્વારા અપડાઉન કરતા અને રાણપુરમાં ફુલછાબ પ્રેસનું તંત્રીપદ સંભાળતા. મેઘાણીજીની અનેક અમુલ્ય સ્મૃતિઓ અને તેમનો સુવર્ણ ઇતિહાસ આ બોટાદની પવિત્ર ધરતીમાં ધરબાયેલ છે. અને તેમનું અવસાન પણ ૯ માર્ચ ૧૯૪૭ના રોજ બોટાદમાં થયેલ. તેથી મેઘાણીજીની કર્મ અને નિર્વાણભૂમિ બોટાદમાં પણ મેઘાણીજીનું એક ભવ્ય સ્મારક ગુજરાત સરકાર બનાવે જેથી કરી ઉગતી પેઢી મેઘાણીજીના જીવન વિશે જાણે અને માણે. ગુજરાત સરકાર દ્વારા વર્ષે મેઘાણીજીની જન્મ જયંતિ ૨૮ ઓગસ્ટના રોજ ચોટીલામાં ઉજવે અને મેઘાણીજીનો નિર્વાણદિન (પુણ્યતિથિ) ૯ માર્ચનાં રોજ બોટાદમાં કાયમી ધોરણે ઉજવે તેવી ઠોસ કાર્યવાહી કરવી તેવી બોટાદ શહેર-તાલુકામાં વસતા મેઘાણી ચાહકોએ માંગ કરી હતી.

આ માટે અનેકવાર લેખીત મૌખિક રજુઆતો પણ કરવામાં આવેલ છે. સરકાર જેમ બને તેમ વહેલાસર બોટાદમાં મેઘાણીજીના સ્મારક બનાવવા માટે નક્કરપગલાલઈ મેઘાણી ચાહકોને ન્યાય અપાવે, બોટાદમાં વર્ષોથી મેઘાણીજીની જન્મ જયંતિ અને પુણ્યતિથિ બોટાદ કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ મેઘાણી ચાહક સામતભાઈ જેબલીયા ઉજવી રહ્યા છે. બોટાદ શહેર-તાલુકામાં વસતા મેઘાણી ચાહકોની યોગ્ય માંગને ધ્યાને લઈ છેલ્લા બે વર્ષથી સરકાર અને બોટાદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે મેઘાણીજીની પુણ્યતિથી મેઘાણી વંદના ઉજવાય છે. અને ગુજરાતનાં ખ્યાતનામ કલાકારો દ્વારા મેઘાણીજી રચિત લોકસાહિત્ય, લોકવાર્તાઓ અને ભજન સંધ્યાના કાર્યક્રમો યોજાય છે. મેઘાણી ચાહકો આનો લાભ મેળવે છે.

બોટાદમાં મેઘાણીજીનું સ્મારક બને તે માટે બોટાદ શહેર-તાલુકા કાઠી ક્ષત્રિય સેનાના પ્રમુખ રાજ્યકક્ષાના સહકાર અને યુવા સાંસ્કૃતિક વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલ એક પત્ર લખી રૃબરૃમાં યોગ્ય રજુઆત પણ કરવામાં આવેલ કે સરકારનાં લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવા હુકમ કરે તેવી માંગ કરી હતી.

તા. ૦૧/૧૦/૨૦૧૨ થી તા. ૩૧/૧૦/૨૦૧૨ સુધી ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે.

તા. ૦૧/૧૦/૨૦૧૨ થી તા. ૩૧/૧૦/૨૦૧૨ સુધી ધોરણ ૧૦ ના પરીક્ષાના ફોર્મ ઓનલાઈન ભરવાના છે. ઓનલાઈન પ્રક્રિયા દરમ્યાન વિદ્યાર્થીઓના ફોટા તથા સહી 20 કેબી કે તેનાથી ઓછી સાઈઝમાંઅપલોડ કરવાની છે. આ માટે કામમાં સરળતા રહે તે માટે નીચે મુજબના પગલાને અનુસરશો તો ફોટા તથા સહી સ્કેન કરી ૨૦ કેબી થી નીચેની સાઈઝ કરવામાં સરળતા રહેશે. 

પગલું - 1  સૌ પ્રથમ અહી નીચે એટેચ કરેલ એક્સેલ શીટ ખોલી   ફોટા તથા સહીના પેઈઝની પ્રિંટ કરો. 
પગલું - 2   ફોટાના પેઈઝ ઉપર ફોટાઓ  તથા સહીના પેઈઝ ઉપર કાળી પેનથી વિદ્યાર્થીઓની સહી કરાવો. 

પગલું - 3  ફોટા તથા સહીના નમુનાના પેઈઝ સ્કેન કરો. એક કાગળ ઉપર ૨૦ ફોટા ફેવીસ્ટીક કે સામાન્ય ગુંદરથી ચોટાડો.ત્યારબાદ તે કાગળ સ્કેન કરો. એટલેકે  એક કાગળ સ્કેન કરવાથી એક સાથે ૨૦ ફોટા કમ્પ્યૂટરમાં સ્કેન થશે. બીજા કાગળ ઉપર બીજા ૨૦ ફોટા ચોટાડી સ્કેન કરવા. વર્ગમાં ૬૦ વિદ્યાર્થીઓ હશે તો  ત્રણ કાગળમાં બધાજ ફોટા આવી જશે. આનાથી ફાયદો એ થશે કે  ૬૦ વખત ફોટા સ્કેન કરવા નહિ પડે. આજ રીતે એક સાથે ૩૦ થી ૩૫ સહી સ્કેન થશે.બે જ કાગળમાં આખા વર્ગની સહી સ્કેન થઈ જશે.   

પગલું - 4  હવે સ્કેન કરેલ ફોટાવાળી ફાઈલ ઓપન કરો. તેના પર રાઈટ ક્લીક કરો અને ઓપન વીથ પેઈંટ પર ક્લીક કરો  જેથી તે સ્કેન કરેલ પેઈઝ પેઈંટમાં ખુલશે. જે ફોટો કોપી કરવો છે તે ફોટાને ડાબી બાજુના ટુલ બોક્ષમાં રહેલા બીજા નંબરના સિલેક્શન ટુલ વડે સિલેક્ટ કરો. અને સિલેક્શનની અંદર રહી રાઈટ ક્લીક વડે કોપી કરો. 

પગલું - 5   ફોટાની કોપી કર્યા બાદ સ્ટાર્ટ - પ્રોગ્રામ માં જઈ અન્ય પેઈંટની ફાઈલ ખોલો અને તેમાં એડીટ મેનુમાં જઈ પેસ્ટ કરો. અહિ ફોટાને ડ્રેગ કરી નાનો મોટો કરી શકાશે.  

પગલું - 6   હવે  ફાઈલ મેનુમાં જઈ સેવએઝ  પર ક્લીક કરો અને ફાઈલના નામમાં રોલનંબર પ્રમાણે નંબર આપી    File as Type માં   JPEG ખાસ કરો અને ઓકે કરો. JPEG કરવાથીજ ફોટાની સાઈઝ ઘટશે. JPEG કરવાનું ભૂલવું નહિ. 

પગલું - 7   હવે બીજો ફોટો ૨૦ કેબીથી નાનો બનાવવા અગાઉના જેમ પગલા - 5 અને 6 ને અનુસરો. આ રીતે કામ કરવાથી લગભગ  ૧ કલાકમાં આરામથી ૭૦ થી ૮૦ ફોટાઓ ૨૦ કેબીથી નાની સાઈઝના બનાવી શકાય છે.  સહી માટે પણ ઉપરના પગલા અનુસરો. 


                                                                                                         (જીતુભાઈ ગોઝારિયા ના બ્લોગમાંથી)