અમદાવાદ ગુજરાતમાં આવેલી ૩૦૦ ઉપરાંત પીટીસી કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે રાજય પરીક્ષા બોર્ડ દ્વારા પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરી દેવામાં આવ્યો છે. જેમાં પીટીસી પ્રથમ અને બીજા વર્ષની પરીક્ષાનો પ્રારંભ એકસાથે આગામી તા.૨૫મી એપ્રિલથી કરવામાં આવશે.આ પરીક્ષામાં ઉપસ્થિત રહેવા ઇચ્છતાં વિદ્યાર્થીઓ પાસેથી તા.૩૧મી ડિસેમ્બર પહેલા પરીક્ષા ફોર્મ ભરાવી દેવાની સૂચના કોલેજોને આપવામાં આવી હતી. ચાલુ વર્ષે પીટીસીની મોટાભાગની બેઠકો ખાલી પડતાં પરીક્ષા લેવામાં બોર્ડને કોઇ વિશેષ મુશ્કેલી ઉભી ન થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે. ૨૫ એપ્રિલથી શરૃ થનારી પરીક્ષામાં બન્ને વર્ષના ૮૦ હજારને બદલે માત્ર ૨૭ હજાર પરીક્ષાર્થીઓ પ્રાપ્ત વિગતો અનુસાર પીટીસીની ૪૩૭ જેટલી કોલેજો પૈકી ચાલુ વર્ષે વિદ્યાર્થીઓની સંખ્યા નહી મળવાના કારણે અંદાજે ૧૫૦ જેટલી કોલેજો બંધ કરી દેવામાં આવી છે. ધો.૮ને અપર પ્રાયમરી ગણીને પ્રાથમિક શાળામાં લેવા ઉપરાંત વિદ્યાસહાયકની ભરતીમાં પીટીસી માટે કોઇ અલગ વ્યવસ્થા નહી રાખવાના કારણે નોકરી નહી મળતાં મોટાભાગની વિદ્યાર્થીઓએ પીટીસી કરવાનું માંડી વાળતાં પીટીસી શિક્ષણના અસ્તિત્વ સામે જોખમ ઉભુ થયું છે. સૂત્રો કહે છે સામાન્ય રીતે પ્રથમ વર્ષની ૩૨ હજાર જેટલી બેઠકો અને બીજા વર્ષની આટલી બેઠકો એમ, બન્ને વર્ષની મળીને અંદાજે ૮૦ હજાર જેટલા વિદ્યાર્થીઓ બન્ને વર્ષની પરીક્ષામા બેસતાં હોય છે.જેના બદલે ચાલુ વર્ષે પ્રથમ વર્ષમા માત્ર ૯ હજાર બેઠકો ભરાઇ છે. જયારે બીજા વર્ષમાં પણ માત્ર ૧૮ હજાર વિદ્યાર્થીઓ હોવાથી બન્ને મળીને કુલ ૨૭ હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામા આવશે. દરવર્ષે બીજા વર્ષની પરીક્ષા સવારે અને પ્રથમ વર્ષની પરીક્ષા બપોરે લેવામાં આવતી હોય છે. જેના બદલે હવે બન્ને વર્ષની પરીક્ષા એકસાથે સવારે લેવાનું નક્કી કરાયું છ. તા.૨૫મીથી લેવાનારી પરીક્ષા આગામી તા.૪ મે થી સુધી લેવામાં આવશે.કોલેજોને કોમ્પ્યુટર અને પ્રાયોગિક પરીક્ષાઓ તા.૧૪મીથી ૨૯મી ફેબુ્રઆરી દરમિયાન પૂર્ણ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. પ્રાયોગિક પરીક્ષા પૂર્ણ થયા પછી પણ વિદ્યાર્થીઓ માટે ફરજીયાત કોલેજ ચાલુ રાખવાની સૂચના પણ બોર્ડ દ્વારા કોલેજોને આપવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
પીટીસી બીજા વર્ષની પરીક્ષા સવારે ૧૦-૩૦થી લેવાશે
કોડ તારીખ
|
વાર વિષય ગુણ
|
|
૧ ૨૪મી એપ્રિલ,મંગળવાર પેપર
|
૧,શાળા સંચાલન અને પ્રવાહો ૧૦૦
|
|
૨ ૨૫મી એપ્રિલ,બુધવાર પેપર
|
૨,શિક્ષણ વ્યવહાર અને મુલ્યાંકન ૧૦૦
|
|
૩ ૨૬મી એપ્રિલ,ગુરુવાર પેપર
|
૩,ગુજરાતી એલ.એલ ૧૦૦
|
|
૪ ૨૭મી એપ્રિલ,શુક્રવાર પેપર
|
૪,ગણિત ૧૦૦
|
|
૫ ૨૮મી એપ્રિલ,શનિવાર પેપર
|
૫,સામાજિક વિજ્ઞાાન ૧૦૦
|
|
૮ ૩૦મી એપ્રિલ,સોમવાર પેપર
|
૮,કોમ્પ્યુટર ૧૦૦
|
|
૯ ૧લી મે,મંગળવાર પેપર
|
૯,વિજ્ઞાાનટેકનોલોજી ૧૦૦
|
|
૧૦ ૨જી મે,બુધવાર પેપર
|
૧૦,સંસ્કૃત ૫૦
|
|
૦૭ ૩જી મે,ગુરુવાર પેપર
|
૭,અંગ્રેજી ૧૦૦
|
|
૦૬ ૪થી મે,શુક્રવાર પેપર
|
૬,હિન્દી ૫૦
|
|
૧૨ ૪થી મે,શુક્રવાર પેપર
|
૬,ગુજરાતી ૫૦
|
|
|
|
|
|