વર્તમાન પ્રવાહો

અમેરિકા પાકિસ્તાનની 3700 કરોડ રૂપિયાની સહાય બંધ કરશે.
ગરીબોને લોન આપવા બેન્કોને પ્રોત્સાહિત કરવા સરકાર રૂપિયા 1,000 કરોડનું ક્રેડીટ રિસ્ક ગેરંટી ફંડ રચશે.જાન્યુઆરી 2012 માં જંત્રીના દરોનો રિ-સર્વે કરશે. જેનો અમલ એપ્રિલ 2012 થી કરવામાં આવશે.
વડોદરાને વાઈબ્રન્ટ સીટી બનાવવા માટે માળખાકીય સુવિધાઓ માટે 1500 /-કરોડ રૂપિયાનું પેકેજ અપાશે તેવી નરેન્દ્રમોદીની જાહેરાત.
સેન્સેક્સ બે વર્ષની નીચી સપાટી 15491.35 એ પહોચ્યો.
RBI એ રેપોરેટ (8.5 %) , રીવર્સ રેપોરેટ (7.5 %) અને CRR (6%) ના દરે જ જાળવી રાખવાનો નિર્ણય લીધો.
સરકારે ભારત રત્ન માટેના માપદંડોમાં ફેરફાર કરતા અન્ય ક્ષેત્રોનો સમાવેશ કરતા સચિન માટે ભારત રત્ન મેળવવાની તક વધી.
એરઇન્ડિયાની નાણાકીય પરિસ્થિતિ અત્યંત ગંભીર. કુલ દેવું 43,000 કરોડ રૂ.એ પહોચ્યું.
અક્ષયકુમારે 6 કરોડ અને કેટરીના કૈફએ 3 કરોડ રૂપિયાનો એડવાન્સ ટેક્ષ ચૂકવ્યો.
ગુજરાતના નવોદિત રણજી ખેલાડી મનપ્રિત જુનેજાએ પ્રથમ મેચમાં જ બેવડી સદી ફટકારવાની ઐતિહાસિક સિદ્ધિ મેળવી.
સરકારે નવું કંપની બિલ સંસદમાં રજુ કર્યું જે અનુસાર કંપનીઓએ ચોખ્ખા નફાના 2 % સામાજિક કાર્યોમાં ખર્ચવા પડશે અને દર 5 વર્ષે ઓડીટર બદલવા પડશે.
CBEC (સેન્ટ્રલ બોર્ડ ઓફ એકસાઈઝ એન્ડ કસ્ટમસ) ધ્વારા કિંગફિશર અને એરઇન્ડિયાના ખાતા સર્વિસ ટેક્ષની અમુક રકમ ચૂકવી દીધા બાદ અંકુશ મુક્ત.
દવા તેમજ અન્ય ચીજવસ્તુઓમાં ભેળસેળ કરનાર અને ઉત્પાદન વેચાણ કરનાર વ્યક્તિઓ સામે ફરિયાદ કરવા ગુજરાત સરકારે તોલ ફ્રી ટેલીફોન સેવા -1800-233-5500 શરૂ કરી.
ટુ-જી સ્પેક્ટ્રમની ફાળવણીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન પી.ચિદમ્બરમની કોઈક ભૂમિકા હોવાનો કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલનો સ્પષ્ટ ઇન્કાર.
રશિયામાં છેલ્લા એક દાયકાથી એકચક્રી શાસન કરતા પ્રમુખ વ્લાદીમીર પુતિન સામે દેશ વ્યાપી દેખાવો.
વિશ્વની અગ્રણી રેટિંગ સંસ્થા મૂડીઝ ધ્વારા ફ્રાન્સની ત્રણ બેંકો BNP પરીબા, સોસાયટી જનરલ અને ક્રેડીટ એગ્રીકોલને ડાઉનગ્રેડ કરવામાં આવી.
ફિલિપાઈન્સમાં પૂરથી 436 ના મોત.
વડાપ્રધાને જણાવ્યું કે શિયાળું સત્રમાં જ લોકપાલ બીલને આખરી ઓપ આપવામાં પ્રયાસ કરવામાં આવશે.
રશિયામાં ભગવદ ગીતાને કટ્ટરપંથી સાહિત્ય તરીકે લેબલ લગાડી પ્રતિબંધ મુકાવાની શક્યતા.
ભારતીય બેડમિન્ટન ખેલાડી સાયના નેહવાલ BWF વર્લ્ડ સુપર સિરીઝમાં ફાઈનલમાં પ્રવેશ કરી ઈતિહાસ સર્જ્યો. આવી સિદ્ધિ મેળવનાર તે પ્રથમ ભારતીય ખેલાડી બની.
ઓક્ટોમ્બર મહિનામાં ઔદ્યોગિક ઉત્પાદન 5.1 % ઘટ્યું જેથી ડોલર સામે રૂપિયો 52.85 ની ઐતિહાસિક સપાટીએ.
BCCI એ ભારતમાં રમાતી ક્રિકેટ મેચના પ્રસારણ અધિકાર ધરાવતી કંપની નિમ્બસ સાથે કરાર તોડી નાખ્યો છે અને નિમ્બસ દ્વારા અપાયેલી 2,000 કરોડ રૂપિયાની ગેરંટી મનીની રકમ જપ્ત કરી લીધી.
ડીઝલ અને LPG ની કિંમતોને અંકુશમુકત કરવાની સરકારની તૈયારી આ માહિતી પેટ્રોલિયમ અને કુદરતી ગેસ માટેના પ્રધાન આર.પી.એન.સિંહે આપી હતી.
રહેઠાણ વિહીન નાગરીકોને રાત્રીઆશ્રય પૂરો પાડવા સુપ્રીમે રાજ્યસરકારોને નિર્દેશ આપ્યો અને ત્રીજી જાન્યુઆરી સુધીમાં રાજ્યોમાં ચાલી રહેલા રાત્રી આશ્રયસ્થાનોની સ્થિતિ અંગે વિગતવાર અહેવાલ રજૂ કરવા જણાવ્યું.
અનિલ કુંબલેએ નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)ના ચેરમેન પદેથી રાજીનામું આપ્યું.
26 વર્ષ પછી ન્યુઝીલેન્ડે ઓસ્ટ્રેલીયામાં ઓસ્ટ્રેલીયા સામે ટેસ્ટ ક્રિકેટ મેચમાં વિજય મેળવ્યો.બાંગલાદેશની ક્રિકેટ ટીમનો ૩૫ઈ વખત ઇનિંગ્સમાં પરાજય.
એકતા કપૂરને જાણીતા ગુજરાતી નવલકથાકાર વર્ષા અડલજાની નવલકથા ''રેતપંખી '' ઉપરથી બંદીની સિરિયલ બનાવવા બદલ સાડા સાત લાખ રૂપિયા ચૂકવવા પડ્યાં.
દેશભરમાં MBBS પ્રવેશ માટેની નેશનલ એલિજીબીલીટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (નીત) ની 2012 માં ન લેવાનો નિર્ણય.
રાજ્યમાં કોલ્ડવેવ. ભુજના નલિયામાં 5.8 ડિગ્રી તાપમાન.
ગોવાના લોકપ્રિય કાર્ટૂનીસ્ટ મારિયો મિરાન્ડાનું નિધન.
ખાનગી એરલાઇન્સમાં FDI માં 2 % વધારો હવે 26 % સુધી FDI ને મંજુરી.
વેસ્ટ ઇન્ડીઝ સામેની વન-ડે શ્રેણીમાં ભારતનો 4-1 થી વિજય.
સાઉથ એશિયન ફૂટબોલ ફેડરેશન (સાફ) ચેમ્પિયનશિપની ફાઈનલમાં ભારતે અફઘાનિસ્તાન સામે 4-0 થી જીત મેળવી ચેમ્પિયનશીપ જીતી લીધી.
CBI દેશભરમાં નવા 21 કાનૂની અધિકારીઓની નિમણૂક કરશે.
કેન્દ્રીય કેબીનેટ ધ્વારા વડાપ્રધાન મનમોહનસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સીટીઝન ચાર્ટરબીલ જ્યુડીશીયલ એકા એકાઊંટેબીલીટી બિલ અને વ્હીસલ બ્લોઅર બિલ તરીકે ઓળખાતા પબ્લિક ઈન્ટરેસ્ટ ડિસ્કલોઝર એન્ડ પ્રોટેક્શન ટુ પર્સન મિલ્કીંગ ધ ડિસ્કલોઝર બિલને મંજૂરી અપાઈ. જયારે નેશનલ ફૂડ સિક્યોરીટી બિલ પર હજુ વધુ ચર્ચાની જરૂર હોવાથી તેનો નિર્ણય હવે પછી લેવાશે.
ઇન્ફોસીસ કંપની ભારતની મોસ્ટ વેલ્યુડ કંપની બની.તેનું સેન્સેક્સના શેરોમાં 10.25 % વેઈટેઝ જયારે રિલાયન્સનું વેઈટેઝ 10.08 %

No comments:

Post a Comment

Welcome