માનવપુષ્પની મહેક
- મહાન
ચિત્રકાર શ્રી રવિવર્માનો જન્મ 29/4/1848 ના રોજ કેરળના કિલિમનૂર ગામમાં થયેલો.
- ગગનવિહારી મહેતા
28 એપ્રિલ પ્રખર અર્થશાસ્ત્રી અને તેજસ્વી પત્રકાર શ્રી
ગગનવિહારી મહેતાનો જન્મ ઇ.સ.1900 માં ભાવનગરના કુલીન નાગર કુટુંબમાં થયો હતો.
- ગાંધીયુગના
મહામૂલા રત્ન ડૉ.મણિભાઇ દેસાઇનો જન્મ 27/4/1920 ના રોજ સુરત પાસેના કોસમાડ ગામે
થયો હતો. કૉલેજનું છેલ્લું વર્ષ હોવા છતાં કૉલેજ છોડીને આઝાદીની લડતમાં જોડાઇ ગયા.
- ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રી નિવાસ રામાનુજનનો જન્મ ઇ.સ.1887 માં
તામિલનાડુ પાસેના એરોડ ગામમાં થયો હતો.
- મહાન વૈજ્ઞાનિક અને સંશોધક માર્કોનીનો જન્મ 25/4/1874
ના રોજ ઇટાલીમાં થયો હતો. અભ્યાસ દરમિયાન જ તેજસ્વી વિદ્યાર્થી તરીકે
તેમણે પોતાનું નામ રોશન કર્યું હતું. બાળપણથી જ તેમને વિદ્યુત સંશાધનોમાં અનોખો રસ
હતો.
- સાહિત્યિક
સામયિક પ્રગટ કરવાનો આતશ જેમનામાં હતો તેવા ગુજરાતના વિખ્યાત પત્રકાર ચાંપશીભાઇ
ઉદ્દેશીનો જન્મ 24/4/1892
ના રોજ
થયો હતો. મેટ્રિકમાં નાપાસ થવાથી કલકત્તામાં સામાન્ય નોકરી સ્વીકારી લીધી.
- મહાન
નાટ્યકાર વિલિયમ શેક્સપિયર વિલિયમ શેક્સપિયરનો જન્મ 23/4/1564 ના રોજ ઇંગ્લેન્ડના
સ્ટ્રેટફોર્ડ ગામમાં થયો હતો. પિતાને આર્થિક ટેકો મળે તે માટે વિલિયમ નોકરી ધંધામાં
જોડાયો.
- ગાંધીયુગના
ગુજરાતી કવિ મુરલીધર ઠાકુરનો જન્મ ઇડર પાસેના સુવેર ગામમાં થયો હતો. પ્રાથમિક
શિક્ષણ પૂર્ણ કરી, ઉચ્ચ
શિક્ષણ માટે આર્થિક સ્થિતી સારી ન હોવાથી અનેક યાતનાઓ વેઠી, આપબળે જ કૉલેજનું
શિક્ષણ લીધું.
- હિમાલયના
સર્વોતુંગ શિખર એવરેસ્ટને ચડવાનો નિશ્વય કરનાર પર્વતારોહક મોરિસ વિલ્સનનો જન્મ
ઇંગ્લેન્ડમાં 21/4/1898
ના રોજ
થયો હતો. બાળપણથી જ તેમનામાં પૂર્ણ આત્મવિશ્વાસ અને અદભુત સાહસશક્તિ હતી.
- બાંસુરીના
સંગીતસ્વામી પન્નાલાલ ઘોષનો જન્મ ઇ.સ.1911 માં પૂર્વ બંગાળના બારિસાલ મુકામે થયો
હતો. બાળપણથી જ તેમને સંગીત પ્રત્યે લગની, વળી વારસામાં જ સાંગીતિક વાતાવરણ મળ્યું. ‘ન્યૂ થિયેટર્સ’ ની પ્રખ્યાત ચિત્રપટ
સંસ્થામાં પાશ્વસંગીત માટેના વાદ્યવૃંદમાં જોડાઇ ગયા. જુદા જુદા કલાગુરુઓ પાસેથી
સંગીતની પદ્ધતિસરની તાલીમ લીધી. દરમિયાન તેઓ કલકત્તાના આકાશવાણી વિભાગમાં આર્ટિસ્ટ
તરીકે જોડાયા.
- ભૂલકાંઓના
સાથી અને લેખિકા શ્રીમતી તારાબહેન મોડકનો જન્મ 19/4/1892 ના રોજ થયો હતો. અનેક મુશ્કેલીઓનો સામનો કરીને, પોતાની બધી શક્તિઓને
એમણે બાલશિક્ષણમાં વાપરી, તેનો રચનાત્મક ઉપયોગ કરી, સમાજની સેવા કરી. રાજકોટની બાર્લ્ટન ફીમેલ ટ્રેઇનીંગ કૉલેજની
પ્રિન્સિપાલ પદની મોટા પગારની અને અધિકારની નોકરી છોડી તેઓ શ્રી દક્ષિણામૂર્તિ બાલમંદિરમાં
જોડાયા.
- ઉત્ક્રાંતિવાદના પ્રણેતા ચાર્લ્સ ડાર્વિનનો જન્મ
ઇ.સ.1809 માં ઇંગ્લેન્ડમાં થયો
હતો. બાળક ચાર્લ્સની જીવજંતુના સૂક્ષ્મ નિરીક્ષણની તથા નોંધ કરવાની આવડત અદભુત હતી.
દરમિયાન એક મિત્રની ભલામણથી તેને પ્રકૃતિવિદ તરીકે દક્ષિણ અમેરિકા જવાની તક મળી. પ્રવાસમાં
જુદા જુદા પશુ પક્ષીઓ અને જળચરોનું બારીક અવલોકન કર્યું. પ્રવાસ જેટલો સાહસપૂર્ણ
હતો તેથી વિશેષ જોખમભર્યો હતો.
- ચલચિત્રોનો સુપ્રસિદ્ધ હાસ્ય અભિનેતા, જગાવિખ્યાત હાસ્યનટ ચાર્લી ચેપ્લીનનો જન્મ 16/4/1889 ના રોજ લંડનમાં થયો હતો. બાળપણથી જ તખ્તા પર અભિનયના ઓજસ પાથર્યા. પછી અમેરિકા પહોંચી જઇ ત્યાં મૂંગી ફિલ્મોમાં અભિનય આપવા માંડેલો. ચાર્લીની ‘કિડ ઓટો રેસીસ એટ વેનિસ’ હાસ્ય તેમજ કારુણ્યસભર એક સુંદર અને વિખ્યાત પ્રથમ ફિલ્મ છે. તો ‘ધી ગ્રેઇટ ડિકટેટર’ ફિલ્મમાં તેમણે હિટલર અને એના સાથીઓની નકલ દ્વારા એમના પર અજબ કટાક્ષ કર્યો હતો.
- જગતના મહાન ચિત્રકાર અને ‘મોનાલીસા’ ચિત્રના સર્જક જીનીયસ લિઓનાર્દો દ વિન્ચીનો જન્મ 15/4/1452 ના રોજ ઇટાલીમાં થયો હતો. બાળપણથી જ ચિત્રકારીમાં એમણે સારી સિદ્ધિ મેળવી હતી. તે મહાન પેઇન્ટર તો બન્યા પરંતુ તે એથી પણ મહાન વિજ્ઞાની પણ હતા.
No comments:
Post a Comment
Welcome