ધોરણ ૧૨ સાયન્સ-ગુજકેટનું પરિણામ ૧૦મીએ જાહેર થશે | |
- ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગયા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. ૧૨ સાયન્સની પરીક્ષા અને એપ્રિલ મહિનામાં લેવાયેલી ગુજકેટનું પરિણામ તા. ૧૦મીએ બોર્ડની વેબસાઇટ પર સવારે આઠ કલાકે જાહેર કરાશે
· પરિણામ વેબસાઈટ, ઈ-મેઈલથી મળશે
તેવું બોર્ડના ચેરમેન આર.આર. વરસાણીએ કહ્યુ હતું. પરિણામ વિદ્યાર્થીઓને ઇ-મેઇલ-મોબાઇલ પર મેસેજથી પણ મળશે. પરિણામ જોવા માટે વિદ્યાર્થીઓએ www.gseb.org, www.gipl.net, www.indiaresult.com પર જાહેર કરાશે. ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પરથી પણ પરિણામ મળી શકશે.
પરિણામ ઓનલાઇન જાહેર કરાયા પછી વિદ્યાર્થીઓને શાળામાંથી તા. ૧૪મીએ સવારે નવથી સાંજના ચાર કલાક સુધીમાં માર્કશીટ મળશે. વિદ્યાર્થીઓને ઉપરોકત વેબસાઇટ પરથી પરિણામ મળશે. જે વિદ્યાર્થીઓ ઇ-મેઇલથી પરિણામ મેળવવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓએ www.gipl.net જઇને રજીસ્ટર કરાવવાનું રહેશે. પરિણામ જાહેર થવાના આગલા દિવસે રજીસ્ટર કરાવનાર વિદ્યાર્થીઓને જ ઇ-મેઇલથી પરિણામ મળશે. મોબાઇલ પર મેસેજથી પરિણામ મેળવવા માંગતા વિદ્યાર્થીઓએ તેમના મોબાઇલના મેસેજ લખવાનો ‘hsc seatnumber’ અને ગુજકેટ માટે ‘gujcet seatnumber’ ઉદાહરણ તરીકે hsc B123456 તેમજ gujcet E123456 ટાઇપ કરીને '૫૦૧૧૧' નંબર પર મેસેજ મોકલવાથી મોબાઇલથી પણ પરિણામ મળી શકશે. આ ઉપરાંત લેન્ડલાઇન ફોનનંબરથી પણ પરિણામ મળી શકશે.
કયાં ફોનનંબર પરથી પરિણામ મળી શકશે
શહેર | ફોનનંબર |
અમદાવાદ | ૦૭૯-૨૬૮૫૧૪૨૨, ૨૬૮૫૦૬૧૧ |
ગાંધીનગર | ૦૭૯-૬૫૭૨૧૮૦૧ |
વડોદરા | ૦૨૬૫- ૨૩૨૨૩૨૮ |
રાજકોટ | ૦૨૮૧-૨૨૪૦૬૫૬, ૨૨૪૦૬૭૦૯ |
સુરત | ૦૨૬૧-૨૮૬૨૪૫૯, ૨૮૬૨૪૬૦ |
વાપી | ૦૨૬૦-૬૫૪૨૭૩૦ |
No comments:
Post a Comment
Welcome