ગાંધીનગર-વડોદરા જિલ્લાનાં એકપણ વિદ્યાર્થીને A-1 ગ્રેડ નહીં

-ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં માત્ર 92 વિદ્યાર્થીઓ જ

-અમદાવાદ શહેરનાં 25 વિદ્યાર્થીઓ સાથે રાજ્યમાં પ્રથમક્રમે


A-1 ગ્રેડમાં સમગ્ર ગુજરાતમાંથી માત્ર 92 વિદ્યાર્થીઓ ધોરણ-12 સામાન્ય પ્રવાહનાં સોમવારે જાહેર થયેલા પરિણામમાં પાસ થયા છે તેમાં પણ પાટનગર ગાંધીનગર અને વડોદરા જિલ્લાનો એકપણ વિદ્યાર્થીનો સમાવેશ  A-1 ગ્રેડમાં થયો નથી.

જ્યારે ગત વર્ષે આ  A-1 ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા 107ની હતી. આ વર્ષે જાહેર થયેલા પરિણામમાં  A-1 ગ્રેડમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ અમદાવાદનાં શહેરના છે, જેઓની સંખ્યા 25ની છે. જ્યારે અમદાવાદ રૂરલમાં 7 વિદ્યાર્થીઓ છે. અમદાવાદ શહેરનું સરેરાશ પરિણામ 64.21 ટકા આવ્યું છે અને અમદાવાદ જિલ્લાનું પરિણામ 61.85 ટકા આવ્યું છે.

A-1 ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓમાં અમદાવાદ શહેર પછી રાજકોટનાં 23 અને સુરતનાં 15 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

જિલ્લાવાર A-1 ગ્રેડમાં પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા આ મુજબ છે.

અમદાવાદ શહેર 25

અમદાવાદ રૂરલ 7

અમરેલી 0

કચ્છ 1

ખેડા 1

જામનગર 2

જૂનાગઢ 7

ડાંગ 0

પંચમહાલ 0

બનાસકાંઠા 0

ભરૂચ 1

ભાવનગર 5

મહેસાણા 0

રાજકોટ 23

વડોદરા 0

વલસાડ 0

સાબરકાંઠા 1

સુરત 15

સુરેન્દ્રનગર 2

દીવ 0

આણંદ 0

પાટણ 0

નવસારી 1

દાહોદ 1

પોરબંદર 0

નર્મદા 0

ગાંધીનગર 0

તાપી 0
                                                                                                                       સંકલન:ગુજરાત સમાચાર