સાયન્સના સ્ટુડન્ટસ માટે કેમેસ્ટ્રી બન્યો હોટ ફેવરીટ વિષય

  સાયન્સ ફેકલ્ટીમાં કેમેસ્ટ્રી વિષય સાથે પ્રવેશ મેળવવા માટે અભૂતપૂર્વ ધસારો

૧૨૩૦ વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રી માટે પ્રવેશ ફોર્મ ભર્યા


વડોદરા,તા.6 - ધો ૧૨ વિજ્ઞાાનપ્રવાહ બાદ સાયન્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે હંમેશા કેમેસ્ટ્રી હોટ ફેવરીટ વિષય રહેતો હોય છે પરંતુ આ વખતે તો એમ.એસ.યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીમાં કેમેસ્ટ્રી વિષય લેવા માટે અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે.

આ વખતે અત્યાર સુધીમાં ૧૨૩૦ વિદ્યાર્થીઓએ કેમેસ્ટ્રી વિષય મેળવવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યા છે.જેના પગલે કેમેસ્ટ્રી વિષયન મેરીટ ઉંચુ જાય તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે.
આમ તો દર વખતે કેમેસ્ટ્રી વિષય માટે ટકાવારી ઉંચી જ રહેતી હોય છે.પણ આ વખતે દર વર્ષ કરતા પણ વધારે ઉંચુ મેરીટ રહે તેવુ લાગી રહ્યુ છે.બીજા વિષયોની વાત કરવામાં આવે તો બોટની માટે ૧૭૫ વિદ્યાર્થીઓે,જીયોલોજી વિષય લેવા માટે ૧૪૦, મેથેમેટીક્સ માટે ૩૭૬, ફીઝીક્સ માટે ૩૨૭, ઝૂલોેજી માટે ૨૨૫ અને સ્ટટેસ્ટીક માટે ૩૦ વિદ્યાર્થીઓએ ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભર્યા છે.બીજી તરફ સૌથી ઓછા વિદ્યાર્થીઓ જ્યોગ્રોફી વિષય માટે નોંધાયા છે.આ વિષય સાથે પ્રવેશ લેવા માટે ૧૯ જ વિદ્યાર્થીઓએ અત્યાર સુધી ફોર્મ ભર્યા છે.
જોકે ફેકલ્ટીના સુત્રોનુ કહેવુ છે કે એક વખત એન્જીન્યરીંગ અને મેડીકલની પ્રવેશ કાર્યવાહી પુરી થશે એટલે આ સંખ્યા અને મેરીટ પણ નીચુ આવશે.કારણકે મેડીકલ અને એન્જીન્યરીંગમાં એડમીશન મેળવવા માંગતા વિદ્યાર્થીઓ પણ સાયન્સમાં પ્રવેશ ફોર્મ તો ભરતા જ હોય છે.