ઉત્તર ગુજરાતનું ૭૦.૩૩ ટકા પરિણામ

ઉત્તર ગુજરાતનું ૭૦.૩૩ ટકા પરિણામ

ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સાબરકાંઠા જિલ્લો ગુજરાતમાં પ્રથમ

સાબરકાંઠા-૮૧.૯૧,

મહેસાણા-૬૨.૨૫,

બનાસકાંઠા-૬૬.૫૧

પાટણ જિલ્લાનું ૭૦.૭૮ ટકા 



                                    ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ધો.૧૨ સામાન્ય પ્રવાહનું પરિણામ ઓન લાઈન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યમાં સૌથી વધુ ૮૧.૯૧ ટકા મેળવી સાબરકાંઠા જિલ્લો મોખરે રહ્યો છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પોરબંદર જિલ્લાનું રહેવા પામ્યું છે. જ્યારે કેન્દ્રોમાં ઝાલોદ ૯૭.૭૧ ટકા સાથે મોખરે રહ્યો છે જ્યારે દ્વારકા કેન્દ્ર પરિણામ સૌથી ઓછું ૩૫.૭૪ ટકા રહેવા પામ્યું છે. જ્યારે ઉત્તર ગુજરાતના મહેસાણામાં ૬૨.૨૫, પાટણ ૭૦.૭૮ તથા પાલનપુર ૬૬.૫ મળી ચાર જિલ્લાનું સરેરાશ પરિણામ ૭૦.૩૩ ટકા જાહેર થયું છે.
માર્ચ-૨૦૧૩માં લેવાયેલ ધો.૧૨ની સામાન્ય પ્રવાહની પરીક્ષાઓમાં આ વર્ષે મોટાભાગના વિદ્યાર્થીઓને નામું તથા અંગ્રેજીનું પેપર અઘરું લાગ્યું હતું. જેની અસર પરિણામો ઉપર પડી છે. અંગ્રેજીનું પેપર ફરજિયાત કરવામાં આવેલ હોવાથી ગ્રામ્ય સ્તરે વિદ્યાર્થીઓને સ્કોરીંગ ટકાવારી ખેંચવામાં મુશ્કેલી પડે છે. ઉત્તર ગુજરાતના ચાર જિલ્લાઓમાં કુલ ૭૮૮૪૪ વિદ્યાર્થીઓ પૈકી ૭૭૯૬૬ વિદ્યાર્થીઓ પરિક્ષા આપી હતી. જે પૈકી ૨૨૧૧૭ વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જિલ્લા લેવલના પરિણામોમાં સાબરકાંઠા જિલ્લો ૮૧.૯૧ ટકા સામે સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબરે રહ્યો છે. ત્યારબાદ પાટણ જિલ્લો ૭૦.૭૮ ટકા, બનાસકાંઠા જિલ્લો ૭૦.૨૦ ટકા અને મહેસાણા જિલ્લો ૬૨.૨૫ ટકા સાથે ઉત્તર ગુજરાતમાં છેલ્લા ક્રમે રહ્યો છે.
ઉત્તર ગુજરાતના આશરે ૬૦ જેટલા કેન્દ્રો પૈકી સાબરકાંઠા જિલ્લા ધનસુરા કેન્દ્રનું પરિણામ ૯૭.૨૫ રહ્યું છે. જ્યારે સૌથી ઓછું પરિણામ પાટણ જિલ્લાના ચાણસ્મા કેન્દ્રનું ૫૦.૯૪ ટકા હોવાનું જાણવા મળેલ છે. મહેસાણા જિલ્લામાં ધો.૧૨ સામાન્ય પ્રવાહના કુલ નોંધાયેલ વિદ્યાર્થીઓ ૧૯૮૯૯ પૈકી ૭૫૧૧ વિદ્યાર્થીઓ પરિક્ષામાં ગેરહાજર રહ્યા હતા. જેમાં એ૧માં એકપણ વિદ્યાર્થીએ એન્ટ્રી મારી નથી. જ્યારે એ-૨-૫૨, બી૧-૭૭૮, બી૨-૨૭૩૮, સી૧-૪૫૩૨ તથા સી૨-૨૬૩૮ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે. મહેસાણા જિલ્લાના ૯ તાલુકા કેન્દ્રો પૈકી સતલાસણા કેન્દ્ર ૭૬.૯૦ ટકા સાથે જિલ્લામાં ટોપ ઉપર છે. ત્યારબાદ ઊંઝા કેન્દ્રનું ૭૩.૩૬ ટકા, ખેરાલુ, ૬૯.૮૩ ટકા, મહેસાણા ૬૬.૧૯ ટકા, વડનગર ૬૨.૮૬ ટકા, વિજાપુર ૫૮.૭૨ ટકા, બેચરાજી ૫૭.૦૪ ટકા, મહેસાણા ૫૩.૯૩ ટકા તથા વિસનગર કેન્દ્રનું ૫૩.૫૦ ટકા જાહેર થયેલ છે.
આજ પ્રમાણે પાટણ જિલ્લામાં ૧૧ કેન્દ્રો પર કુલ ૧૧૨૫૧ નોંધાયેલ વિદ્યાર્થીઓ પૈકી ૧૧૧૦૯ વિદ્યાર્થીઓએ પરિક્ષા આપી હતી જેમાંથી કુલ ૭૮૭૬૬ વિદ્યાર્થીઓ પાસ  જાહેર થયો જ્યારે ૩૨૪૩ વિદ્યાર્થીઓ નાપાસ જાહેર થયા છે.
જિલ્લાનું કુલ પરિણામ ૭૦.૭૮ ટકા જાહેર થયું છે. જેમાં એ-૧-૦, એ૨-માં ૧૧૮, બી૧-૧૩૯૦, બી૨-૩૧૦૮, સી૧-૨૩૫૫, સી૨-૫૮૯, ઈ-૧ અને ઈ૨-૨૮૨ વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.પાટણ જિલ્લામાં બાલીસણા કેન્દ્રનું પરિણામ ૯૩.૧૩ ટકા અને જ્યારે બનાસકાંઠા જિલ્લાનું ૭૦.૨૦ ટકા પરિણામ જાહેર થયું છે. જેમાં કુલ નોંધાયેલ ૨૪૪૯૮ વિદ્યાર્થીઓ પૈકી ૭૩૦૦ વિદ્યાર્થીઓ ગેરહજાર રહ્યા છે. એ-૧માં શૂન્ય, એ૨-૧૪૨, બી-૧ ૨૧૩૯, બી૨ ૬૫૮૬, ૯૧-૫૭૦૨, ૮૨-૧૫૯૦ વિદ્યાર્થીઓ પાસ જાહેર થયેલ છે.  થરા કેન્દ્રનું ૮૬.૦૬ ટકા તથા કેન્દ્રનું ૫૫.૦૬ ટકા નોંધપાત્ર ઓછું રહ્યું છે.
પાટણ કેન્દ્રનું પણ ૫૫.૧૩ ટકા ઓછું પરિણામ આવેલ છે. ઊંઝા કેન્દ્રમાં પણ આશરે ૧૬ શાળાઓમાં મોટેભાગે ૯૦ ટકાની આસપાસ પરિણામ જાણવા મળેલ છે. આ વર્ષે જાહેર થયેલ ગ્રેડવાર પરિણામોમાં ઉત્તર ગુજરાતમાં એ૧ ગ્રેટમાં માત્ર એક વિદ્યાર્થી સાબરકાંઠા જિલ્લાનો રહ્યો છે જ્યારે એ૨ ગ્રેડમાં પણ સાબરકાંઠા જિલ્લાના ૬૮૯ વિદ્યાર્થી, બનાસકાંઠાના ૧૪૨, પાટણ જિલ્લાના ૧૧૮ તથા મહેસાણા જિલ્લામાં માંડ પર વિદ્યાર્થી એ૨ રેન્ક મેળવી શક્યા છે. ગ્રેડ વાઈઝ પરિણામોમાં પણ મહેસાણા જિલ્લો સૌથી નબળો પુરવાર થયો છે. સૌથી વધુ સાબરકાંઠા જિલ્લા વિદ્યાર્થીઓએ મેદાન માર્યું છે. દરેક ગ્રેડમાં સાબરકાંઠા જિલ્લા વિદ્યાર્થીઓ આગળ રહ્યા છે. એક વિષયમાં નાપાસ થનાર વિદ્યાર્થીઓની પૂરક પરિક્ષા જૂલાઈ માસમાં લેવાનાર છે. ઈન્ટરનેટ ઉપર પરિણામ મુકવામાં આવેલ હોવાથી મોટાભાગની શાળાઓ દિવસ દરમ્યાન પોતાનું પરિણામ મેળવી શકી નહોતી.
                                                                                                                         સંકલન:ગુજરાત સમાચાર