વિદ્યાર્થીઓ સ્કોલરશિપની ૧૬મી સુધી અરજી કરી શકશે

             ઉચ્ચ શિક્ષણ વિભાગ દ્વારા 'સેન્ટ્રલ સેક્ટર સ્કીમ ઓફ સ્કોલરશિપ ફોર કોલેજ એન્ડ યુનિવર્સિટી સ્ટુડન્ટ ' સ્કોલરશિપ યોજના અંતર્ગત કોલેજો અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પાસેથી ઓનલાઈન અરજી મગાવવામાં આવી હતી. અરજી સ્વીકારવાની છેલ્લી ૯મી હતી તે ૧૬મી ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી છે.' આ ઓનલાઈન અરજી વિદ્યાર્થીઓ www.scholarship.gujarat.gov.in વેબસાઈટ પર જઈને કરી શકશે.