ધો.૧૦ના ઓનલાઈન ફોર્મ અંગે અસ્પષ્ટતા, આચાર્યોને મૂંઝવણ

                                  શિક્ષણ બોર્ડ દ્વારા ધો. ૧૦ની પરીક્ષા માટેના ઓનલાઈન આવેદનપત્ર ભરવાનો નિર્ણય લીધો છે. શિક્ષણ બોર્ડની સૂચના અનુસાર સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓમાં આગામી સમયમાં ધો. ૧૦ના ઓનલાઈન આવેદનપત્ર ભરવાનો આરંભ થશે. પરંતુ શિક્ષણ બોર્ડે ઓનલાઈન ફોર્મ ભરવા અંગેની કોઈ સ્પષ્ટ સૂચના જારી કરી નથી, જેથી શાળાના આચાર્યોની મુંઝવણમા વધારો થયો છે.
                            ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડે ઓનલાઈન ફોર્મ ભરવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, ધો-૧૦ના ઓનલાઈન ફોર્મ ભરવા સંદર્ભે શાળાઓના આચાર્યો વેબસાઈટ મારફત શિક્ષણ બોર્ડે આગામી તા.૮ના તાલિમ આયોજન કર્યુ છે. પરંતુ આ વેબસાઈટના નામ અંગે આચાર્યોને હજુ સુધી કોઈ જ સૂચના જારી કરવામાં આવતી નથી. બાયસેગ મારફત પણ તાલિમ આપવાનું ચર્ચાઈ રહ્યુ છે. હમેશા મેન્યુઅલી કામમા માસ્ટર આચાર્યો વેબસાઈટ મારફત કઈ રીત ઓનલાઈન ફોર્મ ભરવાનુ શીખી શખશે..? તેવો સવાલ ઉઠવા પામ્યો છે.
                         દરમિયાન શિક્ષણ બોર્ડ દ્વારા આગામી તારીખ ૮ના ઓનલાઈન ફોર્મ ભરવા સંદર્ભે સવારના સેશનમાં ધો-૧૦ની શાળાના આચાર્યોને અને બપોરના સમયે ધોરણ -૧૨ની શાળાના આચાર્યોને તાલિમ આપીને સજ્જ કરવામા આવશે. તેમ સુત્રોએ જણાવ્યુ હતું.આ તાલિમ યોજાઈ ગયા બાદ આગળની કામગીરી શરૂ થશે.