લઘુમતીઓની શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષક કેમ નહિ ? રાજ્યપાલ


                       મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની કરણીને કથનીમાં રહેલો તફાવતનો વધૂ એક જીવંત દાખલો બહાર આવ્યો છે. લોકાયુક્તની સાથે રાજ્યપાલ ડો. કમલા બેનિવાલે ગુજરાત રાજ્ય શાળા સેવા આયોગ વિધેયક- ૨૦૧૩ને સરકારને પુનઃવિચારણા માટે પરત મોકલ્યું છે. સાથે જ તેમણે સરકારની નિયત સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
  • રાજ્યપાલે પરત મોકલેલા શાળા સેવા આયોગ વિધેયકમાં સવાલો કર્યા
  • જાતિ, સંપ્રદાય, રંગભેદને આધારે કોઈને ઉત્તમ શિક્ષણથી દૂર ન રખાય
ગુજરાતની આવતીકાલને ઉજજ્વળ બને તેવા હેતુથી તમામને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માંગતી હોય તો ગુજરાત સરકાર લઘુમતીઓની ૧૫૦૦ શાળાઓમાં શ્રેષ્ઠ શિક્ષક કેમ આપવા માંગતી નથી ? તેવો ગંભીર અને તિક્ષ્ણ સવાલ ઉઠાવ્યો છે.
નવી સરકાર રચ્યાના ગણતરીના દિવસોમાં લાવવામાં આવેલુ શાળા સેવા આયોગ વિધેયકને ગત ફ્રેબુઆરી મહિનાના બજેટસત્રમાં ભાજપ સરકારે બહુમતીના જોરે મંજૂર કરીને રાજ્યપાલને મોકલ્યુ હતુ. રાજ્યપાલે ડો.કમલાએ તેનો અભ્યાસ કર્યા બાદ કેટલાક સુધારા સુચવ્યા છે.
તેમણે જણાવ્યુ છે કે, સરકારે આ વિધેયકથી ગ્રાન્ટબેલ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં શિક્ષકો અને હેડમાસ્તરોની ભરતી માટે શાળા સેવા આયોગ રચવાનુ ધાર્યું છે. તેમ છતાંયે તેમાં લધૂમતી માલિકીના ટ્રસ્ટની અને સ્થાનિક સત્તામંડળોની શાળાઓને તેમાં સમાવી નથી. નોનગ્રાન્ટેબલ સ્કુલોને પણ મૂક્તિ આપી છે. માત્ર સાર્વજનિક કે ખાનગી ટ્ર્સ્ટની ૬૦૦૦ શાળામાંથી ૧૫૦૦ લધુમતી ટ્રસ્ટની માલિકી કે સંચાલનની છે.
જ્યારે ૧૦૦૦ શાળાઓમાં સ્થાનિક સત્તાંમંડળોની છે. આમ, આ આયોગ ૨૫૦૦ શાળાને લાગુ પડશે નહી. સરકાર જો શ્રેષ્ઠ શિક્ષણના ઉદ્દેશ્યથી આયોગ રચવાની હોય તો આવી શાળાઓમાં ભણતા વિદ્યાર્થીઓનો વાંક શું ? જાતિ, સંપ્રદાય કે રંગના ભેદભાવને ધ્યાનમાં રાખ્યા વગર જનસેવાની ભાવનાથી સ્થપાયેલી સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ ગુણવત્તાભર્યા શિક્ષણનો અધિકાર છે.રાજ્યપાલે સુપ્રિમકોર્ટના ચૂકાદાઓને ટાંકીને ઉપરોક્ત વિધેયકમા સુધારા કરવા સુચવ્યુ છે. ત્રણ દિવસના ટૂંકા ચોમાસા સત્રમાં વિપક્ષની ગેરહાજરી વચ્ચે વિધાનસભામાં ભાજપ સરકાર તેને બહુમતીના જોરે પુનઃપસાર કરાવશે.     સંકલન:સંદેશન્યુઝ પેપર