હવે સ્માર્ટફોન કરશે ભૂકંપની આગાહી

સંશોધકોએ શોધી છે એવી ચિપ જે ધરતીના પેટાળમાં થતી હલચલને માપશે

ભૂકંપના એપી સેન્ટર વિશે પણ કરશે માહિતગાર



વોશિંગ્ટન, તા. પ ઓક્ટોબર
સ્માર્ટફોન વાતચિત કરવા ઉપરાંત પણ ઘણી બધી બાબતોમાં કામ લાગે છે. હવે તેની કામગીરીમાં એક બાબતનો ઉમેરો થયો છે. હવેથી બજારમાં ઉપલબ્ધ બનનારા સ્માર્ટફોનમાં ભૂકંપને ઓળખી શકવાની ક્ષમતા ઉમેરાશે.

સંશોધકોએ એક એવી ચિપ શોધી છે જે ધરતીના પેટાળમાં થતી હલચલને માપીને આપણને માહિતગાર કરશે. આ ચિપના સેન્સર એટલા શક્તિશાળી હશે કે હળવા આંચકાને પણ માપી લેશે. આ નવી ટેક્નોલોજી યુઝર્સને એ વાતથી પણ વાકેફ કરશે કે ભૂકંપનું એ.પી. સેન્ટર ક્યાં છે અને ક્યો વિસ્તાર વધુ પ્રભાવિત થયો છે. જ્યાં ભૂકંપ વારંવાર થતો હોય છે એવા વિસ્તારમાં આ ટેકનોલોજી મદદરૃપ બની શકશે.