ગુજરાત શિક્ષણ બોર્ડના ધોરણ 10નું 54.42% પરિણામ જાહેર


     ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલી ધોરણ 10ની પરિણાનું આજે પરિણામ જાહેર થયું છે. બોર્ડ દ્વારા ધોરણ 10નું 54.42% પરિણામ જાહેર કરવામા આવ્યુ છે. આ પરિણામ ખુબ સારુ ન ગણી શકાય કારણ કે ગત વર્ષ કરતા આ પરિણામ 9.43% ઓછુ પરિણામ આવ્યું છે. ગત વર્ષે માર્ચ મહિનામાં લેવાયેલી પરિક્ષામા 63.85 % આવ્યુ હતું. આ વખતે ગુજરાતમાં સૌથી વધુ પરિણામ ધરાવોત જિલ્લો જુનાગઢ છે જેનું પરિણામ 74.61% છે જ્યારે છોટા ઉદેપુરનું 20.16 % સૌથી ઓછું પરિણામ આવ્યું છે. ગત વર્ષે સૌથી વધારે દાહોદ જિલ્લો 77.67% અને સૌથી ઓછું પરિણામ 50% જામનગર જિલ્લાનું આવ્યું હતું.

રિઝલ્ટ્સ હાઇલાઇટ્સ

  • ઉપસ્થિત ઉમેદવારોની સંખ્યા-1046896
  • ઉપસ્થિત પૃથક ઇમેદવારોની સંખ્યા-8371
  • -સૌથી વધુ પરિણામ ધરાવતું કેન્દ્ર રાસ(આણંદ) 97.83 %
  • -સૌથી ઓછું પરિણામ ધરાવતું કેન્દ્ર ગોઢીંબ (મહિસાગર) 5.68 %
  • -સૌથી વધુ પરિણામ ધરાવતો જિલ્લો જૂનાગઢ 74.61 %
  • -સૌથી ઓછુ પરિણામ ધરાવતો જિલ્લો છોટા ઉદેપુર 20.16
  • -100 % પરિણામ ધરાવતી શાળાઓ 303
  • - વિદ્યાર્થીઓનું પરિણામ 50.17 %
  • -વિદ્યાર્થિનીઓનું પરિણામ 61.53 %
  • -અંગ્રેજી માધ્યમનું પરિણામ 91.11 %
  • -ગુજરાતી માધ્યમનું પરિણામ 51.33 %
  • -હિન્દી માધ્યમનું પરિણામ 72.54 %
  • -392 ગેરરીતિના કેસ + 1678 કેસ વીડિયો ફૂટેજના આધારે