ગુજકેટની પરિક્ષા માટે રજીસ્ટ્રેશન

ગુજકેટની પરિક્ષા માટે રજીસ્ટ્રેશન કરવાનો સમય
તા:૩૦/૦૩/૨૦૧૩ થી૧૫/૦૪/૨૦૧૩

પ્રાથમિક શાળાનાં બાળકોને યુનિક આઈડી નંબર આપવાનો નિર્ણય

પ્રાથમિક શાળાનાં બાળકોને યુનિક આઈડી નંબર આપવાનો નિર્ણય

૨૦૦૯માં શાળાઓ પાસેથી વિગતો મંગાવ્યા બાદ ફરીથી

રાજ્યની શાળામાં ભણતા તમામ બાળકોની માહિતીની ચાઈલ્ડ વાઈઝ ડેટા એન્ટ્રી કરી ડેટાબેઝ

                                              સર્વ             શિક્ષણ અભિયાન દ્વારા ૨૦૦૯માં તમામ પ્રાથમિક શાળાઓનાં બાળકોને યુનિક આઈડી નંબર આપવા માટેની ઝુંબેશ ઉપાડી હતી. પરંતુ શાળાઓ પાસેથી વિગતો મંગાવ્યા બાદ સમગ્ર પ્રોજેક્ટને અભેરાઈ પર ચઢાવી દેવાયો હતો. ત્યારબાદ હવે ૨૦૦૩માં યુનિક આઈડી નંબર આપવાનો ફતવો જારી થયો છે. જેમાં તમામ વિદ્યાર્થીઓની માહિતીની ચાઈલ્ડ વાઈઝ ડેટા એન્ટ્રી દ્વારા ડેટાબેઝ તૈયાર કરવાની વાત છે.
ગુજરાતની અંદાજે ૧૯૦૦૦ જેટલી પ્રાથમિક શાળાઓમાં ૯૫ લાખથી વધુ બાળકો અભ્યાસ કરે છે. ૨૦૦૯નાં વર્ષમાં પ્રાથમિક શાળાનાં તમામ બાળકોને યુનિક આઈડી નંબર આપવાની વાત કરાઈ હતી. વિદ્યાર્થી-વાલીઓને પડતી જુદા જુદા પ્રકારની મુશ્કેલીઓ નિવારવા તેમજ વિવિધ સ્કોલરશીપમાં થતા ગોટાળા ઓછા કરવાના ભાગરૃપે યુનિક આઈડી આપવાની જાહેરાત મોટે ઉપાડે થઈ હતી. ત્યારબાદ શાળાઓ પાસેથી પત્રકો આપી માહિતી પણ મંગાવાઈ હતી.
આશ્ચર્યની વાત છે કે માહિતી પત્રકો આવી ગયા બાદ યુનિક આઈડીનું શું થયું તેની કોઈને ખબર નથી. દરેક બાળકને એક કાયમી ગણી શકાય તેવો યુનિક આઈડી નંબર આપવાની વાત હતી. જેને લઈને શાળા છોડયાનાં ૧૫થી ૨૦ વર્ષ પછી પણ આ વિદ્યાર્થી મ્યુનિ.ના સિવિક સેન્ટરની જેમ માત્ર પાંચ મિનિટમાં જ પોતાનું અસલી એલસી મેળવી શકે. ઉપરાંત જો વિદ્યાર્થીઓ શાળા કે શહેર છોડીને અન્ય જગ્યાએ જશે તો પણ સત્તાવાળાઓને તુરંત તેની ખબર પડી જશે.
યુનિક આઈડી નંબર માટે માહિતી ભેગી કરાયા બાદ તેની ફાઈલો અભેરાઈએ ચઢાવી દેવાઈ છે. જેને સાડા ત્રણ વર્ષ સુધી કોઈએ યાદ કરી નથી. હવે ફરીથી સર્વ શિક્ષા અભિયાનની ગાંધીનગરની કચેરીએથી યુનિક આઈડી નંબર માટેનો પરિપત્ર થયો છે. જેમાં જણાવાયું છે કે ઓનલાઈન આધાર એનેબલ્ડ ડાયસ અમલમાં મુકવાથી ડ્રોપ આઉટ રેશિયો, અનિયમિત રહેતા બાળકો અને બાળકોને મળતી પ્રોત્સાહક સહાય-સુવિધાનું મોનિટરીંગ સરળ બનશે.
મોટાભાગની સરકારી સ્કુલોના વિદ્યાર્થીઓનો ડેટા તૈયાર થઈ ગયો છે. હાલમાં ખાનગી સ્કુલો પાસેથી ડેટા મેળવવાની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ માહિતી પત્રકો આવી ગયા બાદ ૨૦૦૯ની માફક ફાઈલો અભેરાઈએ નહીં ચઢે તેની કોઈ ખાતરી નથી. સૂત્રો કહે છે કે, કોઈ સોફટવેર કંપનીને ફાયદો થાય તે માટે આવી માહિતીઓ મંગાવવાના નાટકો કરવામાં આવે છે.
Gujarat Samachar 30/03/2013

જુદા જુદા જિલ્લાઓમાં અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની જાહેરાત




જુદા જુદા જિલ્લાઓમાં અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં વિદ્યાસહાયકોની જાહેરાત 
આવવાની ચાલુ થઈ છે.ટેટ પાસ અરજી કરી શકે છે.   એક જાહેરાત નીચે મુજબ છે. 

ફિક્સ પગારના ગુજરાત સરકારના કેસની સુપ્રિમ કોર્ટમાં તારીખ 01/04/2013 છે. ( Next Date of listing is : 01/04/2013 )


પ્રાથમિક શિક્ષકની જીલ્લા ફેરબદલી માટેનું અરજી ફોર્મ ડાઉનલોડ કરવા અહીં ક્લિક કરો



મધ્યસ્થ મૂલ્યાંકન માટે - ઉપયોગી પત્રક 3

Gratuity ગણવાનું સરળ સૂત્ર 

Last drawn Basic * 15 days * No. of service in years / 26

એટલે કે

છેલ્લો બેઝિક ગુણ્યા ૧૫ ગુણ્યા કુલ નોકરી વર્ષમાં ભાગ્યા ૨૬ = કુલ ગ્રેજ્યુએટી 


અત્યાર સુધી ગ્રેજ્યુએટી વધુમાં વધુ ૩૫૦૦૦૦ રૂપિયા મળતી હતી હવે ગ્રેજ્યુએટી મહત્તમ ૧૦૦૦૦૦ રૂપિયા મળે. ગ્રેજ્યુએટી માટે ઓછામાં ઓછી પાંચ વર્ષ નોકરી હોવી જોઈએ.

                                                                        jitubhai gozaria na Blog mathi

ડિગ્રી ઇજનેરી કોલેજોમાં ૮૫૦૪ બેઠકો ખાલી છતાં ૮ હજાર બેઠકોનો વધારો

AICTEએ જુદી જુદી કોલેજોની દરખાસ્તને મંજુરી આપતાં

પરીક્ષા પછી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે જેઇઇ લેવાનું નક્કી કરાયું


     ગુજરાતમાં હાલ ધો.૧૨ સાયન્સની પરીક્ષા ચાલી રહી છે. આ પરીક્ષા પછી ડિગ્રી ઇજનેરીમાં પ્રવેશ માટે જેઇઇ લેવાનું નક્કી કરાયું છે.બીજીબાજુ પ્રવેશ કાર્યવાહી શરૃ થાય તે પહેલા જ જુદી જુદી કોલેજોએ બેઠક વધારાની કરેલી દરખાસ્તને મંજુરી આપી દેવામા અંદાજે ૮ હજાર જેટલી બેઠકોનો વધારો થયો છે. ઉલ્લેખનીય છે કે ગતવર્ષે ૮૫૦૪ જેટલી બેઠકો ખાલી પડી હતી. બેઠકો વધવાના કારણે હવે ચાલુ વર્ષે પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓને પાસ જાહેર કરી દેવામાં આવે તો પણ ૮ થી ૧૦ હજાર જેટલી બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. ચાલુ વર્ષે એ ગુ્રપમાં પાસ થનારા તમામને પ્રવેશ મળે તો પણ ૧૦ હજારથી વધુ બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ
પ્રાપ્ત વિગતો અનુસાર ડિગ્રી એન્જિનીયરિંગની હાલ ૧૧૧ કોલેજો અસ્તિત્વમાં છે. જેમાં ૯૨ સ્વનિર્ભર કોલેજો છે.આ કોલેજો પૈકી ૮૦ જેટલી કોલેજોએ જુદી જુદી બ્રાન્ચોમાં બેઠક વધારા માટે એઆઇસીટીઇ સમક્ષ દરખાસ્ત કરી હતી. આ દરખાસ્તને કાઉન્સિલ દ્વારા આખરી મંજુરી આપી દેવામાં આવી છે. જુદી જુદી કોલેજોમાં ૬૦ થી લઇને ૨૦૦ જેટલી બેઠકોનો વધારો થતાં તમામ કોલેજોની મળીને અંદાજે ૮ હજાર બેઠકો વધી છે. ગતવર્ષે ડિગ્રી ઇજનેરીની ઉપલબ્ધ કુલ ૫૫૭૨૬ બેઠકો પૈકી ૪૭૨૨૨ બેઠકો પર વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો.
એટલે કે ગતવર્ષે ૮૫૦૪ જેટલી બેઠકો ખાલી પડી હતી. તેમાં ચાલુ વર્ષે ૮ હજાર જેટલી બેઠકોનો વધારો થયો છે. ચાલુ વર્ષે ધો.૧૨ સાયન્સમાં એ ગુ્રપમાં ૭૮૯૦૦ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે. આ વિદ્યાર્થીઓ પૈકી ૭૦ કે ૮૦ ટકા પરિણામ આવે અને પાસ થયેલા તમામ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી દેવામાં આવે તો પણ ૧૦ હજાર ઉપરાંત બેઠકો ખાલી પડે તેવી સ્થિતિ ઉભી થઇ છે. સૂત્રો કહે છે ડિગ્રી એન્જિનીયરિંગમાં ધીમે ધીમે ખાલી બેઠકોની સંખ્યા દરવર્ષે વધી રહી છે. જેના કારણે ખાલી પડનારી બેઠકોની સંખ્યાનો આંકડો પર વધતો રહેશે.                                                                               સંકલન:-ગુજરાત સમાચારમાંથી

સ્માર્ટ ક્લાસ એટલે શું ?


સ્માર્ટ ક્લાસ એટલે શું ? 

સ્માર્ટ ક્લાસ શાળાના વર્ગમાંશિક્ષક વિદ્યાર્થીઓને તેમના વિષયનો કોઈ પાઠધારો કે સૂર્યમંડળ વિશે સમજાવે ત્યારે સોફ્ટવેરની મદદની વિદ્યાર્થીઓ સૂર્યમંડળને લગતા વિવિધ વીડિયોએનિમેશન વગેરે પણ જોઈ શકે. શિક્ષક ઇચ્છે ત્યારે વચ્ચે વચ્ચે પોતે પણ વિષયની સમજણ આપે.જેને સ્માર્ટ ક્લાસ કહે છે.
દા.ત: