નિયમોની ઐસીતૈસી કરી બેફામ ફી ઉઘરાવતી શાળાઓને નોટિસ


રાજ્યની તમામ શાળાઓમાં નિયત ફી સિવાય કોઇ પણ પ્રકારની વધારાની ફી નહી વસૂલવા સરકારી પરિપત્ર હોવા છતાં પણ શહેરની શાળાઓમાં જુદા જુદા નામે તગડી ફી વસૂલવામાં આવતી હોવાના મામલે હાઇકોર્ટમાં જાહેર હિતની રિટ થઇ છે. જેમાં કાર્યકારી ચીફ જસ્ટિસની ખંડપીઠે રાજ્યના શિક્ષણ વિભાગ તેમજ રિટમાં દર્શાવેલી ચાર શાળાઓને નોટિસ પાઠવી એક મહિનામાં આ મામલે જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. રાજ્યમાં શાળાઓ દ્વારા ઉઘરાવવામાં આવતી ફીનું માળખું નક્કી કરવા કમિટી રચવાની પણ રિટમાં દાદ માગવામાં આવી છે.
  • શાળાઓમાં ફીનું ધોરણ નક્કી કરવા સમિતિ હોવી જોઇએ
  • સરકારને નોટિસ પાઠવી એક મહિનામાં જવાબ રજૂ કરવા હાઇકોર્ટનો આદેશ
રાજ્ય સરકારે ખાસ કરીને પ્રાથમિક શિક્ષણના સ્તરે ફીનું માળખું નક્કી કર્યું છે. જે પ્રમાણે શૈક્ષણિક સંકુલ ફી વસૂલી શકે છે. તે માટે સરકારે ૧૮ ફેબ્રુઆરી- ૨૦૧૧ના રોજ એક પરિપત્ર પણ કર્યો હતો. જો કે શહેરની કેટલીક શાળાઓ આ પરિપત્રનું ઉલ્લંઘન કરતી હોવાની રજૂઆત કરી જાગેગા ગુજરાત સંઘર્ષ સમિતિના પ્રમુખ પ્રકાશ કાપડિયાએ એડવોકેટ રશ્મીન જાની મારફતે હાઇકોર્ટમાં રિટ કરી છે. જેમાં શિક્ષણ વિભાગના પરિપત્ર બાદ પણ કેટલીક શાળાઓ દ્વારા ઉઘરાવાતી કેપિટેશન ફી કે સિક્યોરિટી ફી પર તત્કાલ રોક લગાવવા દાદ માગવામાં આવી છે. હવે ટૂંક સમયમાં જ નવું શૈક્ષણિક વર્ષ શરૂ થવાનું છે ત્યારે હજુ આજે પણ નવા એડમિશન લેતા વિદ્યાર્થીઓ પાસેથી આ પ્રકારે અલગ-અલગ હેડ નીચે ફી વસૂલવામાં આવે છે. જે સરકારી પરિપત્રના ઉલ્લંઘન સમાન છે. શાળાઓ અત્યારે આ બિઝનેસ માઇન્ડેડ માણસોના હાથમાં છે. તેથી ફીનું નિયત ધોરણ નક્કી થાય તે જરૂરી છે. શાળાઓ દ્વારા પ્રતિવર્ષ કરવામાં આવતા ફીવધારાને કારણે સામાન્ય માણસો પીસાય છે. ફીના સતત ઊંચા જતાં ધોરણોને કારણે બે બાળકો ધરાવતા વાલીઓએ તેમના સંતાનના શિક્ષણ માટે આખરે સમાધાન કરવું પડે છે.
આથી ફીનું ધોરણ નક્કી કરવા એક કમિટી બનાવવી જોઇએ. જેઓ શાળાઓ માટે ચોક્કસ નીતિ નક્કી કરે. સરકાર જરૂરિયાત પ્રમાણેની અંગ્રેજી માધ્યમની શાળાઓ તૈયાર નહીં કરી સકતી હોવાને કારણે વાલીઓએ તેમના બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ લેવો પડે છે. ખાનગી શાળાઓ ફી તરીકે તગડી રકમ પડાવે છે. તેથી સરકારી પરિપત્રનું ઉલ્લંઘન કરી ઉંચી ફી ઉઘરાવતી શાળાઓ પર પ્રતિબંધ મૂકવો જોઇએ.
આ તમામ દલીલો ધ્યાને લઇ કાર્યકારી ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે રાજય સરકાર, શિક્ષણ વિભાગના સચિવ, પ્રાથમિક શિક્ષણ બોર્ડના ડાયરેક્ટર, જિલ્લા શિક્ષણાધિકારી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ સહિત ચાર શાળાઓને નોટિસ પાઠવી છે.
કઈ શાળાઓને નોટિસ
ડી.પી.એસ.
આનંદનિકેતન
વેદાંત ઈન્ટરનેશનલ
ઝાયડસ સ્કૂલ ફોર એજ્યુકેશન
આનંદ નિકેતન
 પ્રિ.કેજીકે-૧ગ્રેડ ૧થી ૪ ગ્રેડ ૫થી ૭ગ્રેડ ૮થી ૧૦૧૧ સાયન્સ૧૧ કોમર્સ
એડમિશન૨૫૦૦૦૨૫૦૦૦૨૫૦૦૦૨૫૦૦૦૨૫૦૦૦૨૫૦૦૦૨૫૦૦૦
કલેકશન૪૦૦૦૦૪૦૦૦૦૭૫૦૦૦૭૫૦૦૦૭૫૦૦૦૭૫૦૦૦૭૫૦૦૦
ટયૂશન ફી૪૮૦૦૦૪૮૦૦૦૩૧૫૦૦૩૮૦૦૦૪૧૦૦૦૫૦૦૦૦૪૫૦૦૦
લંચ ફી---૭૦૦૦૭૦૦૦૭૦૦૦૭૦૦૦
ડીપીએસ
એડમિશન           ૨૫,૦૦૦
ડેવલપમેન્ટ          ૯૫૦૦
કેપિટેશન ૫૫૦૦
ટયૂશન ફી
નર્સરીથી ધો.૫      ૨૧૧૬૦
એન્યુઅલ ચાર્જ    ૧૧૫૨૦
ધોરણ-૬થી ૯      ૨૧૧૬૦
એન્યુઅલ ચાર્જ    ૧૨૨૮૦
વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ
એડમિશન           ૭૦૦૦
ટર્મ        ૪૫૦૦
એકેડેમિક જુ. કેજી ૯૦૦૦
સિનિયર કેજી       ૧૦૮૦૦
ધોરણ ૧થી ૮      ૧૧૪૦૦
ધોરણ ૯થી ૧૦    ૧૨૦૦૦
ફૂડ ફેસિલિટી
નર્સરી- સી. કેજી   ૩૦૦૦
ધોરણ ૧ થી ૪     ૩૬૦૦
ધોરણ ૫થી ૧૦    ૪૨૦૦

No comments:

Post a Comment

Welcome